Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

વિશ્વની જાણીતી ઓઇલ કંપની શેલ ગુજરાતની ઓઇલ કંપનીમાં 50 ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં : સૂત્ર

મુંબઇ : કોરોના સંકટ ઘેરું બનેલું છે અને લૉકડાઉનની અર્થતંત્ર પર વ્યાપક અસર જોવા મળી રહી છે ત્યારે વિશ્વની જાણીતી ઓઇલ કંપની શેલ હવે ગુજરાતની ઓઇલ કંપનીમાં 50 ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં હોવાની જાણકારી આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ઓઇલની દિગ્ગજ કંપની Shell ગુજરાતની નાયરા એનર્જી નો 50 ટકા હિસ્સો અંદાજે 9 મિલિયન ડોલર પેટ્રો કેમિકલ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની તૈયારીઓ કરી રહી છે. નાયરા એનર્જી ગુજરાતના દેવભૂમિ દ્વારકા ખાતે આવેલી છે અને જામનગરમાં તેની રિફાઇનરી પણ છે.

નોંધનીય છે કે, ઓઇલ જગતની ઘણી મોટી કંપનીઓ ભારતમાં પોતાનો બિઝનેસ વધારવા માટે અબજો ડોલરનું રોકાણ કરવાની તૈયારીઓ કરી રહી છે.

શેલ અને નયારાની પાર્ટનરશીપમાં રશિયાની દિગ્ગજ ઓઇલ કંપની રોસનેફ્ટનો પણ ભાગ છે જે કંપનીએ આ સંદર્ભમાં જુન મહિનામાં MOU સાઇન કર્યા હતા. આ સાથે ગત નવેમ્બર ડિસેમ્બરમાં નયારા અને શેલની બોર્ડ મિટિંગમાં આ જોઇન્ટ વેન્ચરની આગળની રણનીતિને લઇને ચર્ચા કરાઇ હતી. 

ગુજરાતના વાડીનારમાં 8 થી 9 બિલિયન ડોલરના ખર્ચે 5 વર્ષનો પ્રોજેક્ટ બનાવાશે. જેની અંદર આશરે વાર્ષિક 1.8 મિલિયન ટનના ફુલ સ્ટીમ એથિલેન ટ્રેકર અને ડાઉન સ્ટ્રીમ યુનિટ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ 10.75 મિલિયન ટન અલગ-અલગ પેટ્રો કેમિકલ પ્રોડક્ટ બનાવવાની ક્ષમતા ધરાવતો હશે.

(12:22 pm IST)