Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળની મહિલાની ઉમેદવારીથી ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કરી નારાજગી

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જેને લઈ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે હેરિસની આ ઉમેદવારીને લઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, પ્રાથમિક ચૂંટણીમાં હેરિસનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું છે અને તેઓ જો બિડેનના ટીકાકારોમાં સામેલ રહી છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે હેરિસ સેનાનું બજેટ ઘટાડવાના અને ટેક્સ વધારવાના પક્ષમાં છે.

હેરિસની ઉમેદવારી મામલે સવાલ કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘પ્રાઈમરી ચૂંટણીમાં કમલા હેરિસનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું. આ પદની રેસ માટે તેમની પસદંગી થઈ તેને લઈ હું આશ્ચર્યચકિત છું. તે જો બિડેન પ્રત્યે ખૂબ કઠોર રહી છે. આ સંજોગોમાં આવી વ્યક્તિની પસંદગી કરવી થોડી આકરી હોય છે.’ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના જજ સાથે હેરિસના કથિત દુર્વ્યવહારનો હવાલો પણ આપ્યો હતો.

 

(1:38 pm IST)