Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

હરામખોર ચીન નહિં સુધરે, હવે ભારતને શીખામણ આપે છે કે શંકાની નજરે ન જુઓ, મિત્ર બનીને આગળ વધીએ

નવી દિલ્હી, તા. ૧ર : ભારત અને ચીન વચ્ચે મે મહીનાથી સંબંધોમાં ખટાશ ચાલુ છે. લદ્દાખમાં થયેલ ચીની ઘુષણખોરી પછીથી બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધી ગઇ છે. આ ઉપરાંત બન્ને સેનાઓ વચ્ચે વાતચીતનો સિલસિલો ચાલી રહ્યો છે. હવે ચીન દ્વારા બયાન આપવામાં આવ્યું છે કે બન્ને દેશોએ સાથે આગળ વધવું જોઇએ, એક બીજાને શંકાની દૃષ્ટિએ ન જોવા જોઇએ.

ભારતમાં રહેલ ચીની દૂતાવાસે પોતાના મેગેઝીનના જુલાઇ અંકમાં ભારત-ચીનના સંબંધોની વાત કરી છે. તેમાં કહેવાયું છે કે દરેક સંબંધોમાં સ્થિતિ ઉપર નીચે થતી રહે છે. હાલમાં જ જે સરહદ વિવાદ થયો તેના કારણે ભારત અને ચીને પોતાના સંબંધો બગાડવા ન જોઇએ. સાથે જ બન્ને દેશોમાં નેતાઓએ જે વિઝન રાખ્યું છે તેના પર આગળ વધવું જોઇએ.

તેમાં એમ પણ કહેવાયું છે કે અત્યારે જયારે બોર્ડર પર સેનાઓ વચ્ચે વાતચીત ચાલુ છે અને સૈનિકોને પાછા હટાવવાનો સિલસિલો ચાલુ છે ત્યારે બન્ને દેશોએ દોસ્તની જેમ વ્યવહાર  કરવો જોઇએ, દુશ્મનની જેમ નહીં. છેલ્લા કેટલાક સમયથી બન્ને દેશોએ સાથે મળીને વિકાસયાત્રા આગળ વધારી છે તેને જ સાથે લઇને ચાલવું જોઇએ અને એક બીજા માટે ખતરો ન બનવું જોઇએ.

(2:37 pm IST)