Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રશિયાની કોરોના રસીનું ઉત્પાદન શરૃઃ પહેલી બેચ બે અઠવાડીયામાં તૈયાર થશે

મોસ્કોઃ રશિયન રસી 'સ્પૂતનિક વી'ની પહેલી બેચ બે અઠવાડીયામાં આવી જશે રશિયાના આરોગ્ય પ્રધાન મિખાઇલ મુરાસ્ખોનું કહેવું છે કે પહેલા તબકકામાં આ રસી આરોગ્ય કર્મી. અને ત્યાર પછી શિક્ષકોને લગાવવામાં આવશે રશિયાની કંપની સિસ્ટેમાએ ઉત્પાદન શરૂ કરી દીધું છે. સરકારની યોજના છે કે ઓકટોબરમાં આ રસીને રશિયામાં મોટાપાયે લોંચ કરી દેવામાં આવશે રશિયાના આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર અપાયેલ માહિતી અનુસાર, ૧ જાન્યુઆરી ર૦ર૧ થી આ રસીનું પુર્ણ પણે વિતરણ કરવાની તૈયારી છે.

આરોગ્ય પ્રધાન અનુસાર, ટ્રેસીંગએ પણ તૈયાર થઇ રહી છે. જે લોકોના આરોગ્ય પર નિગરાણી રાખશે. આ એપથી જેમને રસી મુકાઇ હોય તેવા લોકો પર પણ નજર રખાશે જો તેમને આરોગ્ય વિષયક કોઇ તકલીફ થશે તો તેની જાણ નજીકની આરોગ્ય સેવાને મળશે. આ રસ્તાનું નામ વિશ્વના પહેલા સેટેલાઇટ સ્પુતનિકના નામ પર રાખવામાં આવ્યું છે જેને સોવિયેત સંઘે લોન્ચ કર્યો હતો.

(2:38 pm IST)