Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સુશાંતના એન્કાઉન્ટમાંથી ૫૫ લાખની રકમ ઉપાડવામાં આવી પણ તે રિયા કે તેના પરિવારના એકાઉન્ટમાં જમા નથી થયાઃ ઇડી

નવી દિલ્હીઃ સુશાંત કેસમાં ઇડી દ્વારા રિયા ચક્રવર્તીની આશરે ૧૮ કલાક પુછપરછ કરવામાં આવી છે. પુછપરછ દરમિયાન ઇડીને સુશાંતના એકાઉન્ટમાંથી રિયાના એકાઉન્ટમાં કોઇ મોટુ ટ્રાન્સફર જોવા મળ્યું નથી.

ઇન્ડિયન એકસપ્રેસના રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં સુશાંતના એકાઉન્ટમાંથી રિયા અને તેના પરિવારના કોઇપણ સભ્યના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા નથી. સુશાંતના પ્રાઇમરી એકાઉન્ટમાં ૫૫ લાખ કાઢવામાં આવ્યા હતા. જેની એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ગત વર્ષની શરૂઆતમાં સુશાંતના ખાતામાં ૧૫ કરોડ હતા જેેમાંથી ટેકસ, ટ્રાવેલ અને અન્ય પેમેન્ટની ચુકવણી થઇ હતી.

(3:25 pm IST)