Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

પોકમાંથી MBBS થનાર ભારતમાં પ્રેક્ટિસ ન કરી શકે

ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલની જાહેરાત

નવી દિલ્હી, તા. ૧૩ : ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના વડાએ જાહેરાત કરી છે કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીર અને લદ્દાખ (પીઓકે-એલ) સ્થિત મેડિકલ કોલેજોમાંથી ભણીને આવનારા કોઈને પણ ભારતમાં આધુનિક મેડિકલ પ્રેક્ટિસ કરવા દેવામાં આવશે નહીં. કાઉન્સિલની જગ્યાએ તાજેતરમાં શરૂ કરાયેલા બોર્ડ ઓફ ગવર્નર્સએ ૧૦મી ઓગસ્ટે એક વટહુકમ જારી કરીને કહ્યું હતું કે, પાકિસ્તાને ભારતની ભૂમિ પર અવૈદ્ય કબજો કરેલો છે એટલે ત્યાં ચાલી રહેલી મેડિકલ સંસ્થાનો પણ અવૈદ્ય છે અને તેને ભારતીય ચિકિસ્તાન પરિષદ એક્ટ ૧૬૫૬ અન્વયે પરવાનગી મેળવવી જરૂરી બને છે. નોટિસમાં કહેવાયું છે કે પીઓકે સ્થિત કોઈપણ ચિકિસ્તાન સંસ્થાનને આ રીતે પરવાનગી આપવામાં આવેલી નથી.

(10:03 pm IST)