Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

યુ.એ.ઈ. ના શારજાહમાં ભારતીય મૂળના 21 વર્ષીય સ્ટુડન્ટે આત્મહત્યા કરી : કોમ્યુટર એન્જીનીયરીંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો

શારજાહ : યુ.એ.ઈ.ના શારજાહમાં ભારતીય મૂળનો 21 વર્ષીય સ્ટુડન્ટ જ્યોત તેના ઘરમાંથી મૃતક હાલતમાં મળી આવ્યો હતો.તે પંખામાં લટકતો જોવા મળ્યો હતો.તેણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન થઇ રહ્યું છે.તે એન્જીનીઅરીંગ કોલેજના ચોથા વર્ષમાં કોમ્પ્યુટર વિષય સાથે અભ્યાસ કરી રહ્યો હતો.

મૃતકના ભાઈ નિરલે જણાવ્યા મુજબ તેના માતા પિતા બહારગામ ગયા છે. જ્યોત ઘરમાં એકલો હતો ત્યારે આ ઘટના બનવા પામી છે.તે કોઈ પ્રકારની સ્યુસાઇડ  નોટ પણ છોડી નથી ગયો તેને આત્મહત્યા કરવી પડે તેવું કોઈ કારણ પણ નહોતું .

પોલીસ તપાસ ચાલુ છે.

(8:26 am IST)