Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિલ્હીના ગાંધીનગરમાં મોટી દુર્ઘટના: કાપડની દુકાનમાં લાગી ભીષણ આગ

આગ ત્રણ માળ સુધી પહોંચી : ફાયર બ્રિગેડની 26 ગાડીઓ પહોંચી : આસપાસની ઈમારતોને ખાલી કરાવાઈ

નવી દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમા મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગુરૂવાર રાતે દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં એક કાપડની દુકાનમાં ભીષણ આગ લાગી છે. આ દુકાનનું નામ માં દુર્ગા ફૈશન છે. પ્રાપ્ત વિગતો મુજબ આગ ત્રણ માળ સુધી પહોંચી છે. ફાયરની ગાડીઓને 8.40 કલાકે આગની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની 26 ગાડીઓ ગાંધીનગર જવા રવાના થઈ હતી. હાલમાં પણ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ ઘટનાને પગલે આજૂબાજૂની ઈમારતોને પણ ખાલી કરી દેવામાં આવી છે. જેથી મોટા નુકસાનથી બચી શકાય. હાલમાં તો આ આગ પાછળ શોર્ટ સર્કિટ થઈ હોવાનું કહેવાય છે.

(12:27 am IST)