Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પૂર્વ ચૂંટણી કમિશ્નર એસવાઈ કુરૈશીની બિલાડી ખોવાતા ગોરખપુરમાં લાગ્યા પોસ્ટર:પોલીસની રાતભર દોડધામ

બિલાડીને શોધવા માટે જીઆરપી અને આરપીએફના જવાનો ધંધે લાગ્યા

ભારતના પૂર્વ ચૂંટણી કમિશ્નર એસવાઈ કુરૈશીની એક ખોવાયેલી બિલાડીને શોધવા માટે સીએમ યોગીના શહેર ગોરખપુરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ બિલાડીની શોધમાં જીઆરપી અને રેલ્વે પોલિસ અનેક જગ્યાએ તપાસ હાથ ધરી છે. તો આ બાજૂ રેલ્વેના અધિકારીઓ પણ બિલાડીને શોધવામાં લાગી ગયા છે. આ બિલાડી કોઈ સામાન્ય નથી, હીવર નામથી બોલાવાતી આ બિલાડી પૂર્વ ચૂંટણી કમિશ્નરની સ્ટેશનથી ગાયબ થયેલી આ બિલાડીને શોધવા માટે ઠેર ઠેર પોસ્ટર લગાવામાં આવ્યા છે

 પૂર્વ ચૂંટણી કમિશ્નર તેમની પત્નિ ઈલા શર્મા સાથે મંગળવારના રોજ નેપાળથી ગોરખપુર પહોંચ્યા હતા. ઈલાને અહીંથી દિલ્હી જવાનું હતું. પણ ગોરખપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી તેમની બિલાડી ગાયબ થઈ ગઈ. આ ઘટના બાદ ઈલાએ બિલાડીની તસ્વીર સાથે જાહેરાત આપી અને ફરિયાદ પણ કરી. સાથે જ તેમણે આ બિલાડીને શોધી આપનારને 11 હજારનુ ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે

 આ બાજૂ ઈલા શર્માની બિલાડી શોધવા માટે ગોરખપુર રેલ્વે પર આખી રાત જીઆરપી અને આરપીએફના જવાનો ધંધે લાગી ગયા હતા. જો કે, હજૂ સુધી બિલાડીનો કોઈ પત્તો લાગ્યો નથી. જો કે, આ બિલાડીને શોધી આપનારને 11 હજાર ઈનામ પણ મળવાનું છે. ભગવાન જાણે ક્યાં હશે બિલાડી. !

(12:35 am IST)