Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કચ્છ - ગાંધીધામમાં આવકવેરા ખાતાને કરોડોનો દલ્લો મળ્યો

નિલકંઠ ગ્રુપ પાસેથી ૧૭ કિલો સોનુ, ૪.૫ કરોડ રોકડા સહિત રૂ. ૧૭ કરોડની બેનામી સંપત્તિ જપ્ત : મીઠાના સ્ટોક માટે રાજકોટથી વેલ્યુઅર બોલાવાયા

ભુજ તા. ૧૩ : કચ્છના ગાંધીધામમાં નિલકંઠ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે કરેલા સર્ચ ઓપરેશન દરમિયાન કરોડોનો દલ્લો મળતા દોડધામ મચી ગઇ છે.

આઇટી દ્વારા ગાંધીધામના નિલકંઠ ગ્રુપ ઉપર પાડેલા દરોડા દરમ્યાન આઈટી વિભાગે અંદાજિત ૧૭ કરોડની બેનામી મિલ્કત જપ્ત કરી છે. ત્રણ દિવસ ચાલેલી રેડમાં ૧૭ કિલો સોનુ, ૪.૫ કરોડની રોકડ અને અન્ય જવેલરી સહીત ૧૭ કરોડની બેનામી સંપતિ જપ્ત કરાઈ છે. દરમ્યાન અન્ય ડિજિટલ ધંધાકીય વ્યવહારોની તપાસ ચાલી રહી છે. જયારે મીઠાનો મોટો કારોબાર ધરાવતા નિલકંઠ ગ્રુપના મીઠાના સ્ટોક માટે રાજકોટથી વેલ્યુઅર બોલાવાયા છે. રેડનો આજે ૪થો દિ' છે. નિલકંઠ ગ્રુપ મીઠા ઉપરાંત પ્લાસ્ટર ઓફ પેરિસ, બાંધકામ, જમીન અને શિક્ષણ સહીતના વ્યવસાયમાં છે.

ગાંધીધામમાં ગયા મંગળવારથી આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આજે ચોથા દિવસે પણ ચાલુ રહેતા ફફડાટ વ્યાપી ગયો છે. આવકવેરા વિભાગની ટીમો ત્રાટકતા વેપારીઓમાં દોડધામ મચી ગઇ છે.

(2:43 pm IST)