Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રોકાણકારોને ટુ-સ્પીડ ટ્રેડ સેટલમેન્ટ માટે સેબી મંજૂરી આપે તેવી શકયતા

T+૧ને લીધે ખર્ચ વધારાને કારણે FPI, કસ્ટોડિયન બેંકોનો વિરોધઃ ઝડપી વ્યવહારો અને સેટલમેન્ટ પસંદ કરનાર રોકાણકારો માટે T+૧નો વિકલ્પ

મુંબઇ,તા. ૧૩: સિકયુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI), ટ્રેડ સેટલમેન્ટનો સમયગાળો દ્યટાડવા માટેની તેની દરખાસ્ત સામેના વિરોધને પગલે ટુ- સ્પીડ ટ્રેડ સેટલમેન્ટ સિસ્ટમને મંજૂરી આપે તેવી શકયતા છે. સેબી, T+૧ ટ્રેડ પ્લસ વન- ડે સેટલમેન્ટ પ્રોસેસનો વિકલ્પ આપી શકે છે. રોકાણકારો વધુ ઝડપથી વ્યવહારો કરવા અથવા હયાત T+૨ સિસ્ટમ જ જારી રાખવા ઈચ્છતા હોય તેમને વિકલ્પ પૂરો પાડીને રોકાણકારોને T+૧ સિસ્ટમ માટેની પરવાનગી આપી શકે છે.

સેબી દ્વારા રજૂ કરાયેલી T+૧- વન ડે સેટલમેન્ટ સિસ્ટમ માટેની દરખાસ્ત અંગે વિદેશી રોકાણકારો (એફપીઆઇ) બેકો અને કસ્ટોડિયનોએ વ્યાપક વિરોધ નોંધાવ્યો છે.

ભારતમાં T+૧ સિસ્ટમ અમલી બનતાં ખર્ચ વધારાની ચિંતા આગળ ધરીને બેકો, કસ્ટોડિયનો અને એફપીઆઇ દ્વારા વન- ડે સેટલમેન્ટનો વિરોધ કરાયો છે.

સેબીએ, T+૧ અથવા હયાત T+૨ સિસ્ટમ સેટલમેન્ટ સિસ્ટમ અપનાવવા અંગે વિકલ્પ પૂરો પાડવાના લીધે રોકાણકારો પતાવટ માટેની સિસ્ટમ પસંદ કરવાની તક મળશે. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યાનુસાર, શેરદલાલોને સેટલમેન્ટ પ્રોસેસને વધુ ઝડપી બનાવવા, વધુ ઝડપી શેરની ડિલિવરી કરવા તેમજ ઝડપી પેમેન્ટ થઈ શકે તે માટે વિકલ્પ પૂરો પાડવા સાથેની એક દરખાસ્ત અંગે સેબી ઓગસ્ટ મહિનામાં સેબી દ્વારા નિર્દેશ કરાયો હતો.

રોકાણકારો, શેરદલાલો, હયાત T+૨ સિસ્ટમ ચાલુ રાખવા ઈચ્છતા હોય તેની સાથે અથવા હયાત T+૧ સિસ્ટમ અપનાવી શકે છે.

(9:51 am IST)