Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

મણીપુરમાં ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો : 287 કરોડનું 72 કિલો બ્રાઉન સુગર મળ્યું :મ્યાંમારથી તસ્કરી કરાઈ

થૌબલ જિલ્લાના કામૂ ગામની એક જગ્યાએથી મળ્યો ડ્રગ્સનો જથ્થો :ડ્રગ્સ પેડલર્સની શોધખોળ

મણિપુરના થૌબલ જિલ્લામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સની કીમત 287 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આસામ રાઈફલ્સના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આસામ રાઈફલ્સના એક અધિકારી અનુસાર અર્ધસૈનિક દળના જવાનો અને મણિપુર પોલીસના જવાનોએ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી જેમાં બુધવારે રાત્રે થૌબલ જિલ્લાના કામૂ ગામની એક જગ્યાએથી 72 કિલો બ્રાઉન શુગર મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કીમત 287 કરોડ રૂપિયા જેટલી છે.

ડ્રગ્સનો જથ્થો કબજે કર્યા બાદ આસામ રાઈફલ્સ અને પોલીસ ડ્રગ્સ પેડલર્સની શોધખોળ કરી રહી છે. પોલીસના જણાવ્યાનુસાર, પોલીસે બાતમી અનુસાર તપાસ કરતાં બ્રાઉન શુગર ભરેલી 3 બેગ મળી હતી. જેની બજાર કીમત 287 કરોડ રૂપિયા જેટલી થાય છે. અધિકારીઓના જણાવ્યાનુસાર આ ડ્રગ્ય મ્યાંમારથી આવ્યું હતું, જે પૂર્વોત્તરના મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ સાથે સરહદે જોડાયેલું છે. અહીંથી ડ્રગ્સ તેમજ હથિયારોની તસ્કરી કરવામાં આવે છે.

(9:55 am IST)