Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

૧૬ નવેમ્બર સુધી દીપોત્સવ

અયોધ્યામાં પ્રગટાવાશે ૫ લાખ ૫૧ હજાર દીવા : બનશે નવો રેકોર્ડ

લખનઉ,તા.૧૩: અયોધ્યામા યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આ વખતે ભવ્ય દીપોત્સર મનાવવામાં આવી રહ્યો છે. ૨૦૧૭દ્મક શરૂ થયેલા દીપોત્સવમાં આ વખતે નવો રેકોર્ડ બનશે. દીપોત્સવ માટે અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવી છે. દીપોત્સવના અવસર પર રામની નગરીમાં ૨૪ કલાકમાં આ વખતે ૫ લાખ ૫૧ હજારથી વધુ દીવડા પ્રગટાવવામાં આવશે.

દીપોત્સવ-૨૦૨૦ના પર્વ પર સરયૂ નદીની ભવ્ય અને દિવ્ય આરતીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ, કનક ભવન, રામ કી પૈડી, હનુમાન ગઢી સહિત બધા મંદિરોની અંદર લાઇટિંગ કરવામાં આવી રહ્યું છે. ઉત્ત્।ર પ્રદેશના પર્યટન વિભાગ, અયોધ્યા જિલ્લા વહીવટી તંત્ર અને ડોકટર રામ મનોહર લોહિયા વિશ્વવિદ્યાલયના સંયુકત ઉપકરણમાં ૧૨થી૧૬ નવેમ્બર દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દીપ પ્રગટાવવા માટે ૨૯ હજાર લીટર તેલનો ઉપયોગ થશે. ૭.૫ લાખ કિલો રૂની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ દીપોત્સવની વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યા છે. પાછલા દિવસોમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા, દીપોત્સવ-૨૦૨૦ દરમિયાન દરરોજ અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે અને દરેક કાર્યક્રમમાં કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. દીપોત્સવ પર અયોધ્યાના બધા મઠ, મંદિરો તથા ઘરોમાં દીપ પ્રાગટ્યની વ્યવસ્થા એવી કરવામાં આવે જેથી ભગવાન રામની નદરી દીપના પ્રકાશથી ઝળહળી ઉઠે. તેમણે મઠ મંદિરોમાં ભજન તથા રામાયણ પાઠનું આયોજન કરાવવાના નિર્દેશ આપ્યા છે.

મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પાછલી ૫ ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યુ હતુ. મુખ્યમંત્રી આદિત્યનાથ દીપોત્સવ પર અયોધ્યાાં શ્રીરામ જન્મભૂમિ પહોંચીને રામલલાના દર્શન કરશે અને ત્યાં દીપ પ્રગટાવશે. આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવાની સાથે ૨૦૧૭દ્મક દિવાળી પર અયોધ્યામાં ભવ્ય દીપોત્સવની પરંપરા શરૂ થઈ અને દર વર્ષે તેની ભવ્યતા વધી રહી છે.

(9:55 am IST)