Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કોરોનાથી મરણાંક ૫૦,૦૦૦, બ્રિટન યુરોપનો પહેલો દેશ

લંડન, તા.૧૩: બ્રિટન યુરોપનો પહેલો એવો દેશ બની ગયો છે, જયાં કોવિડ-૧૯ સંબંધિત ૫૦,૦૦૦થી વધુ મોત થયા છે. વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું છે કે અમે દર વખતે કોરોનાને કારણે થતા મોત પર શોક મનાવીએ છીએ. આ સપ્તાહ દરમ્યાન બ્રિટનમાં ૨૨૯૫૯ નવા રેકોર્ડ કેસો નોંધાય હતા, જેની સાથે કુલ ૧૨,૫૬,૭૨૫ લોકોના કોરોના વાઇરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, એમ સરકાર દ્વારા સત્તાવાર જાહેર થયેલા આંકડા જણાવે છે.

ગઇકાલે આ વાઇરસના સંક્રમણને કારણે ૫૯૫ લોકલનાં મોત થયાં છે, જેથી અમેરિકા, બ્રાઝિલ, ભારત અને મેકિસકો પછી બ્રિટન કોરોના વાઇરસને કારણે થયેલા મોતનો આંકડો ૫૦,૦૦૦ને પાર કરનાર વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે અને યુરોપનો પહેલો દેશ બન્યો છે. આપણે હજી કોરોનાની ચુંગાલમાંથી બહાર નથી આવી શકયા. દરેક મોત એક ટ્રેજેડી  છે. આપણે દરેક મોત પર શોક વ્યકત કરીએ છીએ અને અમારી સંવેદનાઓ તેમના પરિવારો અને મિત્રો સાથે છે, એમ જોન્સને કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ એક વૈશ્વિક રોગચાળો છે અને આ વર્ષના અંત સુધી વેકિસન તૈયાર થવાના ન્યૂઝ છે. જોકે તેમણે કહ્યું હતું કે ફાઇઝર, બાયોએનટેકની વેકિસન માટે પ્રારંભિક દિવસો છે. તેમણે લોકોને આગ્રહ કર્યો હતો કે કોરોના વધુ પ્રસરે નહીં એટલા માટે લોકડાઉનના નિયમોનું સખ્તાઇથી પાલન કરે. યુકે સરકારે લોકોના ટેસ્િંટગની ક્ષમતાઓનું વિસ્તરણ કર્યુ હતું. અમે લેટેસ્ટ ટેસ્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ યુકેના આરોગ્યપ્રધાને કહ્યું હતું.

(9:56 am IST)