Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કોરોનાથી સાજા થયેલા દર્દીઓના હૃદયને થઈ રહ્યું છે નુકસાન

કોરોનાને મ્હાત આપ્યા બાદ પણ પરેશાનીઃ કોરોના હૃદયને કરી રહ્યો છે નુકસાનઃ હૃદયની કાર્યપ્રણાલીને થઈ રહી છે તકલીફ

નવી દિલ્હી, તા.૧૩: કોરોનાને મ્હાત આપનારા લોકોમાં અનેક સમસ્યાની ફરિયાદો જોવા મળી રહી છે. આ પ્રકારના મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તો સાથે જ કોરોના વાયરસ હૃદયને પણ નુકસાન કરી રહ્યો છે. જે દર્દીઓ સ્વસ્થ થયા છે તેમના હૃદયની કાર્યપ્રણાલીમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. દર્દીના હદયની માંસપેશીઓમાં સોજો આવી જવાની ફરિયાદ પણ મળી રહી છે. ડોકટરોએ કોરોના સંક્રમિત થયેલા ૭ હૃદય રોગીઓ પર અભ્યાસ કર્યો જેમાં જાણવા મળ્યું છે કે દર્દીના હૃદયની ગતિ ૩૦થી ૪૨ ગ્ભ્પ્ પ્રતિ મિનિટ થઈ ચૂકી છે.

અહીં કરવામાં આવેલા ૭ દર્દી પરના અભ્યાસમાં ૫ દર્દીને સ્થાયી પેસમેકર લગાવવામાં આવ્યા હતા અને ૨ અન્ય દર્દીના હૃદયની ગતિ માપવા માટે અસ્થાયી પેસિંગ લગાવવામાં આવ્યા હતા. જયારે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા ત્યારે તેમની સ્થિતિમાં સુધારો થયો હતો. પરંતુ કોરોના હવે હૃદય સંબંધી સમસ્યાઓ પણ ઉભી કરી રહ્યો છે . જેના કારણે સંક્રમિત દર્દીનડ રકતવાહિનીઓમાં બ્લડ જામી જાય છે, બ્લડની ગાંઠો થઈ જતા હૃદય સુધી બ્લડ પહોંચી શકતું નથી. આ કારણોસર દર્દીને હાર્ટ અટેક થવાનો પણ ખતરો રહે છે.

કોરોના સંક્રમિત દર્દીઓને હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. સંક્રમિત રકતવાહિનીઓમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે અને સાથે જ હાર્ટ એટેકનો ખતરો પમ રહે છે. દર્દીઓમાં લોહી જામવાની સ્થિતિ રોકવા માટે ખાસ ટ્રીટમેન્ટ પર ભાર મૂકાયો છે.

(9:56 am IST)