Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

લેહના નકશામાં ઘાલમેલથી ફસાયુ ટ્વિટર : સસ્પેન્શનનો ખતરો : વેબસાઇટ બ્લોક થશે?

સરકાર પગલા લેવાના મુડમાં : કાયદેસરની કાર્યવાહીની ચેતવણી : નોટિસ ફટકારી

નવી દિલ્હી,તા.૧૩ : લોકપ્રિય સોશિયલ મીડિયા કંપની ટ્વિટર સસ્પેન્ડ થઈ શકે છે અથવા ભારતમાં બ્લોક થઈ શકે છે. સરકારે  કંપનીને ચેતવણી આપી છે કે જો લેહને કેન્દ્ર શાસિત લદ્દાખને બદલે જમ્મુ કાશ્મીરના ભાગ રૂપે બતાવવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ટ્વિટર ભારત સામે એફઆઈઆર નોંધાઈ શકે છે. સરકાર આ કૃત્યને 'ભારતની સાર્વભૌમ સંસદની ઇચ્છાશકિતને નાબૂદ કરવા માટે ટ્વિટર દ્વારા ઇરાદાપૂર્વકના પ્રયાસ' તરીકે જુએ છે. સંસદે ગયા વર્ષે ઓગસ્ટમાં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યો હતો. તેનું મુખ્ય મથક લેહમાં છે.

 સરકારે સોમવારે એક ટ્વિટર નોટિસ જોહેર કરતા ૫ દિવસમાં જવાબ માંગ્યો છે. અગાઉ, જયારે લેહને ચીનનો એક ભાગ બતાવવામાં આવ્યો હતો, ત્યારે ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીને નોટિસ મોકલવામાં આવી હતી. (તે ભૂલ સુધારવામાં આવી છે પરંતુ ભારતના દેશના ટેગને અપડેટ કરવાની જરૂર છે.) સોમવારે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટ્વિટરના ગ્લોડીબલ વાઇસ પ્રેસિડેન્ટને મોકલેલી નોટિસમાં પૂછ્યું હતું કે, 'ખોટો નકશો બતાવીને ભારતની પ્રાદેશિક સાર્વભૌમત્વની વંચિતતા' આમ કરવા બદલ ટ્વિટર અને તેના પ્રતિનિધિઓ વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરાઈ?

એક સૂત્રના જણાવ્યા મુજબ, જો ટ્વિટર હાલની નોટિસનો જવાબ નહીં આપે તો સરકાર કાયદેસરની કાર્યવાહી કરશે. સૂત્રએ કહ્યું, ઙ્કભારતના નકશા સાથે ચેડા કરવા માટે અમે ફોજદારી કાયદા સુધારો અધિનિયમ ૧૯૬૧ હેઠળ ભારતમાં ટ્વિટરના વડા વિરુદ્ઘ એફઆઈઆર નોંધાવી શકીએ છીએ. તેમાં છ મહિના સુધીની જેલની જોગવાઈ છે. સરકાર પણ કાનૂની માર્ગ લઈ શકે છે. કંપનીને કલમ 69A હેઠળ બ્લોક કરી શકાય છે. એક સૂત્રએ કહ્યું,  ભારતની પ્રાદેશિક અખંડિતતા પર સવાલ ઉઠાવવા અથવા ભારતની પ્રાદેશિક અખંડિતતાને નુકસાન પહોંચાડે તેવી સામગ્રી બતાવતી હોય, તો પછી કંપનીના સંસાધનો, એપ્લિકેશન અથવા વેબસાઇટને બ્લોક કરી શકાય છે. જો શનિવારે સાંજ સુધીમાં ટ્વિટર જવાબ નહીં આપે તો તેની સામે ગંભીર કાર્યવાહી થઈ શકે છે.

(11:17 am IST)