Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વિવિધ બજારોમાં હલચલ

કોરોનાકાળની દિવાળી અર્થતંત્રને જીવનદાન આપશે : ૬૦,૦૦૦ કરોડનો વેપાર થવાનો અંદાજ

નવી દિલ્હી,તા.૧૩ : બજારોમાં દિવાળીની ખરીદી શરૂ થતાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો દેશમાં વેપાર થવાનો અંદાજ

કોરોના મહામારીને કારણે આર્થિક મહામંદી આવી છે, પરંતુ કોરોનાકાળની આ દિવાળી ઇકોનોમીને બૂસ્ટ કરશે કે? કારણ કે હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી માર્કેટમાં ખરીદી શરૂ થઈ ગઈ છે. એ અનુસાર આજથી લઈને ૨૬ નવેમ્બરના તુલસી વિવાહ સુધી બધા તહેવારો ઊજવાશે. મહામારી વચ્ચે દિવાળી આવતાં માર્કેટમાં હલચલ તો દેખાય છે એટલે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ અનુમાને દેશભરમાં અંદાજે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર થાય એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

 દિવાળીની સાથે એની આસપાસ અન્ય તહેવારો જેમ કે છઠપૂજા, તુલસી વિવાહ પણ ઊજવવામાં આવશે. દિવાળીમાં રેડિમેડ કપડાના વેપારીથી લઈને કિચનનો સામાન, મોબાઇલ ફોન, ઇલેકટ્રાઙ્ખનિક આઇટમ્સ, મીઠાઈ જેવી તમામ વસ્તુઓના વેપારીઓ દ્યરાકીની ઉમીદ રાખીને બેઠા છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના કહેવા પ્રમાણે 'તમામ સ્તરેથી ચીની સામાનનો બહિષ્કાર કરવા આહવાન કરાતાં એની અસર જોવા મળી રહી છે. દિવાળી અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને દેશભરમાં આશરે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર થાય એવું અનુમાન કરાયું છે. ગયા વર્ષે દિવાળીમાં આશરે ૪૦ કરોડ રૂપિયાનો ચીની સામાનનો વેપાર થયો હતો અને આ વખતે તેમને નુકસાન પણ ખૂબ થશે.'

(11:18 am IST)