Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ફટાકડા ફોડતી વખતે રાખો આટલુ ધ્યાન

દિવાળી પહેલા જ ઉજવણી શરૂ થઇ ગઇ છે, નાના મોટા સૌ કોઇ ફટાકડા ફોડી હર્ષ-ઉલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે થોડી સાવધાની રાખવી જરૂરી છે. નહિં તો કયાંક મજા સજામાં બદલાઇ શકે છે. આ માટે ફટાકડા ફોડતી વખતે શું ધ્યાનમાં રાખવું તે જાણી લેવું જરૂરી છે. આ તો દિવાળી પ્રકાશનું પર્વ છે. દિવાળીમાં લોકો દિપ પ્રગટાવીને ઉજવણી કરતા જ હોય  છે. સાથે-સાથે ફટાકડા ફોડીને પણ દિવાળી ઉજવણી કરવામાં આવે છે. બીજી તરફ દિવાળી પર્વ દરમ્યાન આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આ સમયગાળ દરમિયાન મોટાભાગનછ આગની ઘટના ફટાકડાને કારણે બનતી હોય છે.

એડીશનલ ચીફનું કહેવું છે કે દિવાળીના તહેવારોમાં ૩૦ ટકાનો વધારો થાય છે. આગ તેમજ અકસ્માતની ઘટનાઓમાં દાઝી જવાના બનાવો પણ બનતા હોય છે. આથી દિવાળીમાં ફટાકડા ફોડતી આટલી બાબતોનુ ધ્યાન રાખવું જરૂરી છે.

  1. આતીશબાજી કરો પરંતુ સલામતી પુર્વક કરો, ખાલી પડેલા માટલા, પ્લાસ્ટિકના કે લોખંડના ડબ્બાઓમાં બોમ્બ ફોડવા નહી
  2. નાના બાળકો એકલા ફટાકડા ન ફોડે, વડીલો કે મોટા ભાઈ બહનેની સાથે રહે તેની દેખરેખ માં જ ફટાકડા ફોડે, બાળકોને બોમ્બ જેવા ફટાકડા થી દુર રાખો
  3. જથ્થા પાસે કોઈ પણ પ્રકારની અગ્નીનો દિવો, મીણબત્ત્।ી કે અગરબત્ત્।ી જેવી જવલનશીળ વસ્તુ ન રાખવી
  4. બન્ને તેટલા કોટનના ફુલ કપડા પહેરવા જોઈએ, સિન્થેટીક કપડા ન પહેરવા
  5. બુટ-ચપ્પલ પહેરીને જ ફટકાડા પહેરવા
  6. ફટાકડા ફોડ્યા બાદ તેનુ જે પેકીંગ મટીરીયલ છે તેને સળગાવ્યા વગર યોગ્ય રીતે તેને ડીસપોઝ કરવુ જેના કારણે પર્યાવરણને કે બીજી વસ્તુઓને નુકસાન ન થાય
  7. ફટાકડા ફોડતી વખતે પાણીની ડોલ બાજુમાં રાખવી.
(11:20 am IST)