Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

તેલંગણા હાઇકોર્ટે રાજ્યમાં ફટાકડાના વેચાણ ઉપર બાન મુકતા વિક્રેતાઓ સુપ્રીમ કોર્ટના શરણે : અમારી રોજી રોટી ઉપર તરાપ સમાન આદેશ વિરુદ્ધ સ્ટે આપો

તેલંગણા : તેલંગણા હાઇકોર્ટે 12 નવેમ્બરના રોજ રાજ્યમાં ફરાકડાંના વેચાણ ઉપર બાન મૂકતા તેલંગણા ફાયરવર્ક્સ ડીલર એશોશિએશને સુપ્રીમ કોર્ટનું શરણું લીધું છે. જમી જણાવ્યા મુજબ નામદાર કોર્ટનો આદેશ અમારી રોજીરોટી ઉપર તરાપ સમાન છે. તેમજ અમારા જીવન જીવવાના અધિકારના ખંડન સમાન છે. તેથી તેઓએ હાઇકોર્ટના આદેશ ઉપર સ્ટે આપવા વિનંતી કરી છે.

પિટિશનમાં કરાયેલી અરજ મુજબ નામદાર કોર્ટે ફટાકડાના ઉત્પાદકો તથા વેચાણ કરનારાઓના અભિપ્રાયને ધ્યાનમાં લીધા વિના બાન લગાવેલ છે. તથા અમારા કામદારોની શું દશા થશે તેનો વિચાર કરાયો નથી. આથી અમારા કર્મચારીઓ માટે અન્ય નોકરી ધંધાની સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.

બરાબર દિવાળીના દિવસો શરૂ થતા જ ફટાકડાના વેચાણ ઉપર રોક લગાવી દેવાથી અમારી પરિસ્થિતિ કફોડી થઇ ગઈ છે.કારણકે ફટાકડાનો વ્યવસાય સીઝનલ બિઝનેસ છે.જે લખો લોકોની રોજીરોટી સાથે જોડાયેલો છે. તેથી હાઇકોર્ટના હુકમ વિરુદ્ધ સ્ટે આપવાની વિનંતી કરી હોવાનું  બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:46 pm IST)