Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કચ્છના ગાંધીધામમાં આવકવેરા ખાતાને કરોડોનો દલ્લો મળ્યો, નીલકંઠ ગ્રૂપ પાસેથી ૧૭ કિલો સોનુ, સાડા ચાર કરોડ રોકડા સહિત ૧૭ કરોડનો માલ જપ્ત થયો, મીઠાના જંગી સ્ટોકની ગણતરી માટે રાજકોટથી વેલ્યુઅર બોલાવ્યા: કચ્છ અને તાલાલામાં ભૂકંપના સતત હળવા આંચકા ચાલુ: બિન અનામત વર્ગમાં ગુજરાત સરકારે વધુ 32 જાતિઓનો સમાવેશ કર્યો: શિયાળાની ઠંડી જામતી જાય છે, કચ્છના નલીયા અને વલસાડમાં 13 ડિગ્રી, અમરેલીમાં 14.4 અને રાજકોટમાં 15.7 ડિગ્રી જેવું ઠંડુ ઉષ્ણતામાન વહેલી સવારે રહ્યું: રાહુલ ગાંધીમાં યોગ્યતાનો અભાવ, ઝનૂનની ઉણપ, બરાક ઓબામાના પુસ્તકમાં વિસ્ફોટ, રાહુલને નર્વસ નેતા ગણાવ્યા: અમેરિકામાં કોરોનાનો સતત હાહાકાર, ૨૪ કલાકમાં દોઢ લાખથી વધુ કેસ નોંધાયા, ભારતમાં 44000 અને વિશ્વમાં એક જ દિવસમાં છ લાખથી વધુ કેસ

(1:04 pm IST)