Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્‍ડિયા મજલીસ-એ-ઇતેહાદુલ મુસ્‍લમિન દ્વારા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવા ઉપર તૃણમુલ કોંગ્રેસ અલ્‍પસંખ્‍યકો ઉપરની પકડ નબળી પડી શકે

પટના/કોલકતા: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈતેહાદુલ મુસ્લમિન (AIMIM) દ્વારા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવા પર તૃણમૂલ કોંગ્રેસની અલ્પસંખ્યકો પરની પકડ નબળી થઈ શકે છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં 5 બેઠકો જીત્યા બાદ AIMIMએ પશ્ચિમ બંગાળમાં પોતાનું કિસ્મત અજમાવવાની તૈયારી કરી લીધી છે.

પશ્ચિમ બંગાળમાં 2011માં ડાબેરી મોર્ચાને હરાવ્યા બાદ મમતા બેનર્જીના નેતૃત્વવાળી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC)ને અલ્પસંખ્યકોના મતનો ફાયદો મળ્યો છે. AIMIMના આ નિર્ણય અંગે TMCનું કહેવું છે કે, ઓવૈસીની મુસ્લિમ મતદાતાઓ પર પકડ હિન્દી અને ઉર્દૂ ભાષી સમાજ સુધી જ સિમિત છે. જે રાજ્યમાં કુલ મુસ્લિમ મતદાતાઓના માત્ર 6 ટકા જ છે.

પશ્ચિમ બંગાળમાં 30 ટકા મુસ્લિમ મતદાતાઓ છે. કાશ્મીર બાદ સૌથી વધુ મુસ્લિમ વૉટરો પશ્ચિમ બંગાળમાં જ છે. અલ્પસંખ્યક, ખાસ કરીને મુસ્લિમો 294 વિધાનસભા  બેઠકોમાંથી અંદાજે 100 થી 110 સીટો પર નિર્ણાયક સાબિત થઈ શકે છે. જે 2019 સુધી તૃણમૂલને ફાયદો પહોંચાડતા રહ્યાં છે. જેમાં મોટાભાગના એવા લોકોએ TMCના પક્ષમાં મતદાન કર્યું છે, જેઓ ભગવા પાર્ટીના વિરોધમાં હંમેશા અમારા માટે વિશ્વસનીય રહ્યાં છે.

આ અંગે વરિષ્ઠ મુસ્લિમ નેતાઓનું કહેવું છે કે, AIMIMના પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી  લડવાથી રાજકીય સમીકરણો ચોક્કસ બદલાઈ શકે છે. મિશન પશ્ચિમ બંગાળ માટે તેલંગાણાની AIMIM પાર્ટીની વિસ્તૃત યોજના વિશે વાત કરતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અસીમ વકારનું કહેવું છે કે, પાર્ટી રાજ્યના 23 જિલ્લાઓમાં 22માં પોતાના યુનિટો સ્થાપ્યા છે.

વકારે વધુમાં જણાવ્યું કે, અમે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી  લડીશું. અમે રણનીતિ તૈયાર કરી રહ્યાં છીએ. અમે રાજ્યના 23 જિલ્લાઓમાંથી 22માં અમારી હાજરી નોંધાવી દીધી છે. અમને લાગે છે કે, એક રાજકીય પાર્ટી તરીકે અમે રાજ્યમાં મજબૂત પકડ બનાવી શકીએ છીએ.

AIMIMએ ગત વર્ષે નવેમ્બરમાં નેશનલ રજિસ્ટર્ડ ચાર્ટડ (NRC) વિરુદ્ધ રેલીમાં મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા બાદ બન્ને પાર્ટીઓ વચ્ચે છેડાયેલું વાકયુદ્ધ હવે ચૂંટણી મેદાન સુધી પહોંચી ગયું છે.

(4:51 pm IST)