Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

એક દિવો સરહદ પર તૈનાત જવાન માટે પ્રગટાવો : વડાપ્રધાન મોદીએ દિવાળી પર્વે ખાસ અપીલ કરી

આ દિવાળીએ જવાનોની બહાદુરીને સલામ કરવા માટે દિવો પ્રગટાવો

નવી દિલ્હી : સમગ્ર દેશમાં ભારે ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક દિવાળી મનાવવામાં આવશે. પીએમ મોદીએ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.સાથે એક દિવો સરહદ પર તૈનાત જવાન માટે પ્રગટાવવા અપીલ કરી છે  જે નિડર થઇ આપણા રાષ્ટ્રની રક્ષા કરે છે.  Celebration

પીએમ મોદીએ સેનાની બહાદુરીનો વીડિયો શેર કરી ટ્વીટ કર્યું,આ દિવાળીએ જવાનોની બહાદુરીને સલામ કરવા માટે દિવો પ્રગટાવો.જે નિડર થઇને આપણા રાષ્ટ્રની રક્ષા કરે છે. શબ્દો આપણા સૈનિકોની તેમની અનુકરણીય સાહસ અને નિડરને ન્યાય આપી શકતા નથી. સરહદો પર હાજર લોકોનાં પરિવારો માટે પણ અમે તેમના આભારી છીએ

 

પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી સેનાના જવાનો સાથે મનાવી શકે છે. પીએમ મોદી આ વખતે રાજસ્થાનના જૈસલમેર બોર્ડર પર દિવાળી મનાવી શકે છે. સીડીએસ જનરલ બિપિન રાવત પણ આ અવસરે તેમની સાથે રહી શકે છે.di Diwali Celebration

રિપોર્ટ મુજબ આ વખતે પીએમ મોદી સરહદ પર બનાવવામાં આવેલી લોંગેવાલા પોસ્ટ પર દિવાળી મનાવશે. તેના માટે સેના અને એસપીજી તરફથી બધી પ્રકારની તૈયારી પૂર્ણ કરી લેવાઈ છે. 

(8:38 pm IST)