Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ફાઇઝરની વેક્સિન લીધા બાદ ‘હૈન્ગઓવર’ જેવું લાગ્યું : ટ્રાયલમાં હિસ્સો બનેલ વોલેન્ટિયરનો દાવો

સીની અસર નશા જેવી લાગી: માથાનો દુઃખાવો, તાવ અને માસપેશીઓમાં પણ દુઃખાવો થયો

નવી દિલ્હી : વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના મહામારી સામે રક્ષણ આપતી Pfizer કંપનીના રસીની અસર ‘હૈન્ગઓવર’ જેવી થઇ છે ફાઇઝર કંપનીએ થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે તેની રસી 90 ટકા સુધી અસરકારક છે.હવે તેની ટ્રાયલનો હિસ્સો બનેલા વોલેન્ટિર્સે જણાવ્યું કે રસીની અસર નશા જેવી લાગી. વધુમાં તેમને માથાનો દુઃખાવો, તાવ અને માસપેશીઓમાં પણ દુઃખાવો થયો હતો.આવું સામાન્ય રીતે ફ્લુની રસી અપાયા બાદ બાળકોમાં જોવા મળે. પરંતુ બીજો ડોઝ લીધા બાદ આ અસર વધુ ગંભીર દેખાઇ હતી

ટ્રાયલમાં સામે 44 વર્ષના એક વોલેન્ટિયર ગ્લેન ડેશીલ્ડ્સે જણાવ્યું કે વેક્સિન  લીધા બાદ તેમને ‘હૈન્ગઓવર’ જેવું લાગતું રહ્યું. પરંતુ તે થોડા સમય માટે હતું. 45 વર્ષની અન્ય વોલેન્ટિયરે જણાવ્યું કે પ્રથમ ડોઝ પછી તેમને સાઇડ ઇફેક્ટ્સનો અનુભવ થયો હતો. જે તાવ જેવો હતો.પરંતુ બીજો ડોઝ લીધા બાદ તો વધુ ગંભીર થઇ ગયો. 6 દેશોમાં 43,500થી વધુ લોકોએ રસીની ત્રીજા ટ્રાયલમાં ભાગ લીધો હતો.

 

વેક્સિનની ટ્રાયલ ડબલ બ્લાઇન્ડ હતી. એટલે કે તેમાં ભાગ લેનારા વોલેન્ટિયર્સને રસી અપાઈ છે કે નહીં તે રહેવાયું નહતું. ટ્રાયલમાં માત્ર અડધા લોકોને વેક્સિન અપાઇ હતી. વિજ્ઞાનીઓ આવું એટલા માટે કરે છે કે ક્યા ગ્રુપને ઇન્ફેક્શન-આડઅસર) થવાનું કેટલું જોખમ છે, તે સમજી શકાય. તેનાથી ખબર પડે છે કે રસીએ કામ કર્યું કે નહીં?

 

નોંધનીય છે કે Pfizerએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેની રસી 90 ટકા અસરકારક રહી છે. તેનાથી કોરોનાને કારણે ચિંતાજનક થયેલી સ્થિતિ સામાન્ય થવાની આશા છે. જો કે કંપની સામે સૌથી મોટો પડકાર રસીની ડિલિવરી છે.

mRNA આધારિત રસીને માઇનસ 70 ડિગ્રી તાપમાનમાં રાખવાની રહેશે. રસી ખરાબ ન થાય તે માટે તેને રેફ્રિજરેટેડ ટ્રક અને ખાસ પ્રકારના બોક્સમાં મૂકવી પડશે. આ પ્રક્રિયાનો ખર્ચ બહુ વધારે થઇ શકે છે. તેથી ગરીબ વસતી આ રસીથી વંચિત ન રહી જાય તેની ચિંતા પણ છે.

ટ્રાયલમાં ભાગ લેનારા વોલેન્ટિયર્સે જણાવ્યું કે ભલે રસી લેવાથી દુઃખાવો થયો. તેની આડઅસરનો સામનો કરવો પડ્યો. પરંતુ સાથે ખુશી પણ થઇ કે છેવટે વિશ્વભરના લાખો લોકોના જીવ લેનારી મહામારીના ખાતમાનો માર્ગ મોકળો થયો. Corona Vaccine news

લોકો સમાજ માટે પોતાના યોગદાનથી ગૌરવ અનુભવી રહ્યા છે. અહીં સુધી કે એક વોલેન્ટિયર્સે તો આની તુલના વિશ્વયુદ્ધના ખાતમા સાથે કરી દીધી.

(10:47 pm IST)