Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ભુપેન્દ્ર યાદવને ફરી બિહાર અને ગુજરાતના પ્રભારી બનાવાયા

બિહાર ચૂંટણી અને ગુજરાત પેટા ચૂંટણીમાં પાર્ટીના સારા પ્રદર્શનનું ઇનામ મળ્યુ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યના પ્રભારીયોની યાદી જાહેર કરી છે. ભૂપેન્દ્ર યાદવને બિહાર વિધાનસભા ચૂંટણી અને ગુજરાત પેટા ચૂંટણીમાં પાર્ટીના સારા પ્રદર્શનનું ઇનામ મળ્યુ છે, તેમણે ફરી બિહાર અને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે.  in-charges

 ભૂપેન્દ્ર યાદવના પ્રભારી રહેતા ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું. પાર્ટીને 74 બેઠક પર જીત મળી છે અને તે NDAના સૌથી મોટા દળના રૂપમાં સામેલ આવ્યા છે. બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને જીત મળી હતી. આઠ બેઠક પર ભાજપે કબજો કર્યો હતો

(11:14 pm IST)