Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

હવે ચાલુ બસમાં મોબાઈલમાં જોરશોરથી નહીં વગાડી શકાય ગીતો: નિયમનું પાલન નહીં કરનારને થશે સજા: કર્ણાટક હાઇકોર્ટનો આદેશ

હાઇકોર્ટે એક રિટ પિટિશનની સુનાવણી કરતા કર્ણાટક રાજ્ય પરિવહનની બસોમાં પ્રવાસ દરમિયાન મોબાઈલ સ્પીકર પર ગીતો વગાડવા પર પ્રતિબંધ લાગાવવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી : કર્ણાટક હાઈકોર્ટે એક રિટ પિટિશનની સુનાવણી કરતા કર્ણાટક રાજ્ય પરિવહનની બસોમાં પ્રવાસ દરમિયાન મોબાઈલ સ્પીકર પર ગીતો વગાડવા પર પ્રતિબંધ લાગાવવાનો આદેશ આપ્યો છે.

 

હાઇકોર્ટે તમામ લોકોને અપીલ કરી કે જે લોકો બસમાં મુસાફરી કરી રહ્યા છે અને તેઓ જોર-જોરથી મોબાઈલ ફોન પર ગીત ન વગાડવા, કોર્ટે આ સાથે જ વધુમાં જણાવ્યું કે, એક શખ્સનું સ્પીકર પર ગીત વગાડવું અન્ય પ્રવાસીઓ માટે પરેશાનીનું કારણ બની શકે છે.

 

હાઈકોર્ટે આવો આદેશ કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(KSRTC)ની બસમાં મુસાફરી કનારા પ્રવાસીઓ માટે લાગૂ થશે. એટલે કે, રાજ્ય પરિવહનની આ બસમાં મુસાફરી દરમિયાન જે વ્યક્તિ મોબાઈલ સ્પીકર પર ગીતો વગાડશે તેમને રસ્તામાં જ ઉતારી મુકવામાં આવશે.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં દાખલ રિટ પિટિશનમાં બસની અંદર મોબાઈલ ફોનમાં મોટા અવાજને કારણે અન્ય પ્રવાસીઓનો હવાલો આપતા મોબાઈલ સ્પીકર પર ગીતો વગાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે

(9:07 pm IST)