Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ત્રિપુરામાં થયેલ બબાલને કારણે મહારાષ્‍ટ્રના નાદેડમાં મુસ્‍લિમ સંગઠનોએ રસ્‍તા ઉપર આનવી પ્રદર્શન-સુત્રોચ્‍ચાર કર્યા

પોલીસના વાહનોને આગચંપી કરાઇ

નવી દિલ્‍હી :  સ્થાનિકો દ્વારા જબરદસ્તી દૂકાનો બંધ કરાવવામાં આવી અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો કે, બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસમાં જોતરાયો હતો.

આ ઘટનાથી શિવાજીનગર વિસ્તારમાં કેટલાક સમય સુધી તણાવનો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્રિપુરા ઘટનાના વિરોધમાં આ ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નાંદેડમાં મુસ્લિમ સંગઠનોએ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ થોડા સમયમાં જ આ પ્રદર્શન હિંસક બન્યું અને દુકાનોને પણ બંધ કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં રસ્તા પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસના વાહનોને આગચંપી પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ભડકેલી આ હિંસા ત્રિપુરામાં મચેલ બબાલના કારણે છે. તાજેતરમાં જ ત્રિપુરામાં મોટા પાયે સાંપ્રદાયદિક હિંસા જોવા મળી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા બાદ ત્રિપુરામાં માહોલ ગંભીર બન્યો હતો. મુસ્લીમ સંગઠનોને આરોપ છે કે, ત્યાં તેમને ધમકી આપવામાં આવી રહી છએ અને હુમલા થઈ રહ્યા છે. રિપોર્ટ તો એવો પણ આવ્યો કે, મસ્જિદોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને તોડફોડ કરવામાં આવી હતી પરંતુ પોલીસે તપાસ કરવાનો નનૈયો ભણ્યો.

(12:00 am IST)