Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

કોલંબિયાને ૧-૦થી હરાવીને બ્રાઝીલ વર્લ્ડકપ ફૂટબોલમાં ક્વોલિફાઇ થનાર પ્રથમ ટીમ બની

બ્રાઝિલ તરફથી મેચનો એકમાત્ર વિજયી ગોલ ૭૨મી મિનિટમાં લુકાસ પાકવેરાએ કર્યો

નવી દિલ્હી : બ્રાઝિલ આવતા વર્ષે કતારમાં રમાનાર વર્લ્ડ કપ ફૂટબોલમાં ક્વોલિફાય થનાર સાઉથ અમેરિકાની પ્રથમ ટીમ બની છે. બ્રાઝિલે કોલંબિયાને ૧-૦થી પરાજય આપીને આ સફળતા મેળવી છે. બ્રાઝિલ તરફથી મેચનો એકમાત્ર વિજયી ગોલ ૭૨મી મિનિટમાં લુકાસ પાકવેરાએ કર્યો હતો. પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમ પર છે તેવા ચીલી કરતા બ્રાઝિલ ૧૮ પોઇન્ટની સરસાઈ ધરાવેેે છે.

હજુ બ્રાઝિલને પાંચ મેચ રમવાની બાકી છે હવે તેમાં તે જીતે કે હારે તેઓનું ક્વોલિફિકેશન નક્કી જ છે તેથી સાઉથ અમેરિકાની અન્ય ટીમો સામે રમવાની તેઓને તક પ્રેક્ટિસ તરીકે મળશે.

હજુ વર્લ્ડ કપને એક વર્ષની વાર છે તેથી બ્રાઝિલને સૌથી પહેલા વર્લ્ડ કપની પ્રેક્ટિસ યોજનાબદ્ધ કરવાની તક મળશે. સાઉથ અમેરિકાની ચાર ટીમોને વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની તક છે. બ્રાઝિલના ૩૪ પોઇન્ટ છે હવે ચીલી ઉપરાંત ઉરૃગ્વે કે જે હાલ છઠ્ઠા ક્રમે છે તેઓ વચ્ચે સ્પર્ધા થશે.

ત્રીજા ક્રમે રહેલા એક્યુડોરે પોઇન્ટ ટેબલમાં છેલ્લા છે તેવા વેનેઝુએલાને ૧-૦થી પરાજય આપ્યો હતો. આ ગોલ હીન્કાપીએ કર્યો હતો. ચીલીએ પેરાગ્વેને ૧-૦થી હરાવ્યું હતું જે પેરાગ્વેનો જ પોતાની એન્ટોની સિલ્વાના સેલ્ફ ગોલથી થયો હતો. હવે પેરૃગ્વે અને બોલિવિયા તેમજ ઉરૃગ્વે અને આર્જેન્ટિના વચ્ચે મેચ રમાશે.

બ્રાઝિલે ૧૨માંથી ૧૧ મેચ ક્વોલિફિકેશન રાઉન્ડમાં જીતી છે. આર્જેન્ટિના બીજા ક્રમે છે. બ્રાઝિલ આર્જેન્ટિના પછી ચીલી, કોલમ્બિયા, ઉરૃગ્વે સાઉથ આફ્રિકન ઝોનમાંથી ક્વોલિફાય થવા માટે નજીકની સ્પર્ધામાં રહેશે.

મ્યુનિખ : ફિફા વર્લ્ડ કપના યુરોપીનય ક્વોલિફાયર્સમાં જર્મનીએ ૯-૦થી લિચ્ટેન્સ્ટેઈનને હરાવ્યું હતુ. જેમાં બે ઓન ગોલ હતા, જ્યારે થોમસ મુલર અને ડેનિયલ કફમેને ૨-૨ ગોલ ફટકાર્યા હતા. પોર્ટુગલ અને આયરલેન્ડની મેચ ૦-૦થી ડ્રો થઈ હતી. સ્પેને સારાબિયાના ગોલને સહારે ગ્રીસને હરાવ્યું હતુ. વર્લ્ડ કપ રનર્સઅપ ક્રોએશિયાએ ૭-૧થી માલ્ટાને મહાત કર્યું હતુ.

રોમાનિયા-આઇસલેન્ડ વચ્ચેની મેચ ૦-૦થી અને સ્લોવેકિયા-સ્લોવેનિયાની મેચ ૨-૨થી ડ્રો થઈ હતી. જ્યોર્જિયા ૨-૦થી સ્વિડન સામે જીત્યું હતુ. રશિયાએ સાયપ્રસને ૬-૦થી મહાત કર્યું હતુ. નોર્થ મેસેડોનિયાએ ૫-૦થી અર્મેનિયાને અને લક્ઝમ્બર્ગે ૩-૧થી અઝરબૈજાનને પરાજીત કર્યું હતુ.

(11:15 pm IST)