Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

યુરોપમાં ફરી કોરોનાનો ફુંફાડો : ૭ દિવસમાં ૨૦ લાખ કેસ

યુરોપ બની રહ્યુ છે કોરોનાનું એપીસેન્ટર : એક સપ્તાહમાં જ ૨૭૦૦૦ના મોત : જે દેશોમાં વેકસીનેશનનો દર વધુ છે ત્યાં પણ કેસ વધ્યા : અનેક દેશોમાં ફરી પ્રતિબંધો લાગુ

નવી દિલ્હી તા. ૧૩ : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ પોતાના છેલ્લામાં છેલ્લા બ્રિફીંગમાં માહિતી આપી છે કે યુરોપમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના વાયરસના ૨૦ લાખ નવા કેસ સામે આવ્યા છે. જે એક સપ્તાહની અંદર યુરોપમાં કોરોના મહામારી શરૂ થયા બાદ આવેલા સૌથી વધુ કેસ છે તો ૨૭૦૦૦ લોકોના જીવ ગયા છે. પૂર્વી યુરોપ કે જ્યાં વેક્સીનેશન ઓછું થયું છે ત્યાં કેસ વધ્યા છે, પશ્ચિમ યુરોપ કે જ્યાં વેક્સીનેશનનો દર વધુ છે ત્યાં પણ કેસ વધ્યા છે એટલે કે યુરોપ ફરી એકવખત કોરોના વાયરસનું એપી સેન્ટર બની રહ્યું છે. અનેક દેશોએ ફરી પ્રતિબંધો લાગુ કર્યા છે.
કોરોના મહામારી એક વાર ફરી પગ પેસારી રહી છે અને યુરોપ આ મહામારીનું કેન્દ્ર બની ગયું છે. યુરોપિય યૂનિયનના કેટલાક દેશોમાં કોવિડ-૧૯ના વધતા કેસોના કારણે લોકડાઉંનની આશંકા વધવા લાગી છે. આ દેશોમાં સ્થાનીય સરકારક ક્રિસમસ સુધી ફરી લોકડાઉંન લગાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. સાથે જ એ વાત પર ચર્ચા થઈ રહી છે. શું ફક્ત એકલી રસીની મદદથી કોરોના પર કાબૂ મેળવી શક્યા છે. ઠંડીમાં ફયૂની ઙ્ગતુની પહેલા એક રસીકરણ બાદ ચિંતા ઘણી વધી ગઈ છે.
યુરોપિયન ઈકોનોમિક એરિયા જેમાં યુરોપિય યૂનિયન, આઈસલેન્ડ અને નોર્વે શામેલ છે. જયાં લગભગ ૬૫ ટકા વસ્તી રસીના બન્ને ડોઝ લગાવી ચૂકી છે. પરંતુ હાલમાં રસીકરણની સ્પીડ ઓછી આવી છે. ૨૭ સભ્યના યુરોપિયન યૂનિયનના ૧૦ દેશોમાં કોવિડ ૧૯ મહામારીને લઈને સ્થિતિ ચિંતાજનક છે. બ્લોક ડિસિજીજ એજન્સીએ શુક્રવારે આ વાતની જાણકારી આપી છે. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ દ્વારા તૈયાર રિપોર્ટ અનુસાર બેલ્જિયમ, બુલ્ગારિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ઈસ્ટોનિયા, ગ્રીસ, હંગરી, નેધર લેન્ડ પોલેન્ડ અને સ્લોવેનિયામાં સ્થિતિ બહું ખરાબ છે.
નેધરલેન્ડમાં ૩ અઠવાડિયાનું આંશિક લોકડાઉંન લગાવવામાં આવશે. આની જાહેરાત શુક્રવારે થવાની શક્યતા છે.
જર્મનીમાં શનિવારે ફરી કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. માર્ચ સુધી કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનો આદેશ અપાયો છે.
ઓસ્ટ્રેલિયામાં સરકાર રવિવારે તે લોકો પર લોકડાઉંન લાગૂ કરી શકે છે જે લોકોએ રસી નથી લીધી.
લાટવિયામાં મધ્ય ઓક્ટોબરમાં ૪ મહિના માટે લોકડાઉંન લગાવવામાં આવ્યું છે અને રસીકરણની સ્પીડ વધારવામાં આવી છે.
ચેક રિપબ્લિક, સ્લોવાકિયા અને રશિયામાં આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. નોર્વેમાં શુક્રવારે સરકારે આકરા પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. તેમજ ૧૮થી ઉંપરની ઉંમરના લોકોને રસીનો ત્રીજો ડોઝ લગાવવાની વાત થઈ રહી છે. આઈસલેન્ડમાં કોરોનાના નિયમોને કડક કરી દેવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર વૈશ્વિક સ્તર પર યુરોપમાં ૭ દિવસની અંદર કોરોનાના મામલા વધ્યા છે અને મોતના આંકડામાં પણ વધારો થયો છે. દક્ષિણ યુરોપમાં રસીકરણનો દર ૮૦ ટકા રહ્યો છે. જયારે મધ્ય અને પૂર્વ યુરોપ તથા રશિયામાં રસી પર શંકાને લઈને રસીકરણના દરને અસર પહોંચી છે. જેના કારણે સ્વાસ્થ્ય સેવાઓ પર ખરાબ અસર ૫ડી છે. આ ઉંપરાંત નબળી ઈમ્યૂનિટી અને પ્રતિબંધમાં છુટના કારણે સ્થિતિ ખરાબ થઈ છે.

 

(11:04 am IST)