Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ભારતમાં સતત બીજા દિવસે ૫૦૦થી વધુ મોત થતાં ફફડાટ

દેશમાં ૧૨,૫૧૬ નવા કેસ નોંધાયા : ૫૦૧ લોકોના મોત : દેશમાં કોરોનાના કેસ ઘટયા છે પણ મૃત્યુઆંક વધી રહ્યો છે

નવી દિલ્હી તા. ૧૩ : ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૩૬માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જયારે સળંગ ૧૩૯માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. જોકે છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમિતોના મોતની સંખ્યામાં વધારો થયો છે. શુક્રવારે દેશમાં ૧૨,૫૧૬ નવા કેસ નોંધાયા હતા અને ૫૦૧ લોકોના મોત થયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા  છેલ્લા ૧૧,૮૦ નવા કેસ નોંધાયા છે અને ૫૫૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૪,૪૦૩ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૭૪ દિવસના નીચલા સ્તર ૧,૩૬,૩૦૮ પર પહોંચી છે.
દેશમાં કુલ રસીકરણનો આંકડો ૧૧૧,૪૦,૪૮,૧૩૪ પર પહોંચ્યો છે. જે પૈકી ૫૮,૪૨,૫૩૦ લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. નેશનલ કોવડ-૧૯ રિકવરી રેટ ૯૮.૫૬ ટકા છે. જે માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૦૭ ટકા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
કુલ કેસઃ ૩ કરોડ ૪૪ લાખ ૨૬ હજાર ૦૩૬
કેસ ડિસ્ચાર્જઃ ૩ કરોડ ૩૮ લાખ ૨૬ હજાર ૪૮૩
એક્ટિવ કેસઃ ૧ લાખ ૩૬ હજાર૩૦૮
કુલ મૃત્યુઆંકઃ ૪ લાખ ૬૩ હજાર ૨૪૫

 

(11:05 am IST)