Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ગુજરાત કેડરના IAS અધિકારી રાજ કુમારને ફરીથી રાજ્યમાં સ્થાન : ચીફ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપાઇ તેવી શકયતા

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય : રાજકુમાર રાવ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શાહના વિશ્વાસુ વ્યકિત

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાત કેડરના IAS અધિકારી રાજ કુમારને ફરીથી રાજયમાં સ્થાન અપાયું છે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વધુ એક મોટો નિર્ણય લેવાયો છે.જે અંતર્ગત ગુજરાત કેડરના આઇએએસ અધિકારી રાજકુમારને ગુજરાત સરકારમાં સ્થાન અપાયું છે, રાજકુમાર ૧૯૮૭ની બેચના આઈએએસ અધિકારી છે. હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડકશનમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.તેમને હવે ફરીથી ગુજરાતમાં સ્થાન અપાયું છે .

સૂત્રો મુજબ ગુજરાત રાજયના આગામી ચીફ સેક્રેટરી તરીકે રાજકુમારને સ્થાન આપવામાં આવી શકે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે રાજકુમાર રાવ પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શાહના વિશ્વાસુ વ્યકિત છે. ગુજરાતના વિકાસમાં રાજકુમાર જેવા અધિકારીઓ મહત્વનો ભાગ ભજવી શકે છે, આગામી ચીફ સેક્રેટરી તરીકે પણ જવાબદારી સોંપાઈ તેવી શકયતા વ્યકત થઇ રહી છે.

(11:53 am IST)