Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

પ્રદૂષણથી એનસીઆરની હાલત પણ ચિંતાજનક

દિલ્હીમાં હેલ્થ ઇમરજન્સી જેવી સ્થિતી

પ્રદૂષિત હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી

નવી દિલ્હી તા. ૧૩ : રાજધાની દિલ્હીમાં ખરાબ થયેલું વાતાવરણ સુધરવાનું નામ નથી લેતું. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ લોકોને બહાર જવાથી બચવાની સલાહ આપી છે. સાથે જ સરકારી અને ખાનગી ઓફિસોને ગંભીર વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને વાહનોનો ઉપયોગ ૩૦ ટકા ઘટાડવાના આદેશ આપ્યા છે.

શનિવારે સવારે દિલ્હીની હવાનો સરેરાશ એર કવોલિટી ઇન્ડેક્ષ ૪૯૯ નોંધાયો હતો. જે ગઇકાલ કરતા પણ ખરાબ હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે આ મોસમનો સૌથી ખરાબ એકયુઆઇ નોંધાયો છે. દિલ્હીમાં ૨૪ કલાકનો સરેરાશ એર કવોલિટી ઇન્ડેક્ષ (એકયુઆઇ) ૪૭૧ નોંધાયો જે શુક્રવારે ૪૧૧ હતો.

ઉલ્લેખનિય છે કે આજુબાજુના રાજ્યોમાં સળગાવવામાં આવતી પરાળ અને દિવાળીના તહેવારોમાં થયેલ આતશબાજીના કારણે રાજધાનીમાં પ્રદૂષણ ઘણું બધુ વધી ગયું છે. શુક્રવારે બે વિસ્તારોમાં એકયુઆઇ ૭૦૦થી વધારે નોંધાયો હતો. જો કે સરેરાશ પ્રમાણે આ આંકડો ૩૬૦ છે.

દિલ્હી એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણના કારણે વીઝીબીલીટી પર પણ અસર પડી છે. હવામાં સ્મોગની જાડી ચાદરો દેખાઇ રહી છે. કુતુબમિનાર, લોટસ ટેમ્પલ, અક્ષરધામ આજુબાજુના વિસ્તારોમાં સ્મોગ અને લો વીઝીબીલીટી નોંધવામાં આવી હતી. સાથે જ પ્રદૂષિત હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટેકસપેઇડ સીંગતેલ

નવા ટીન ર૩ર૦-ર૩પ૦

(૧પ કીલો)            

કપાસીયા ટીન ર૦૯૦-ર૧ર૦

વનસ્પતી ઘી ૧૮૮૦-૧૯૩૦

એર કવોલિટી ઇન્ડેક્ષના માપદંડ

૦ થી ૫૦    સારો

૫૧ થી ૧૦૦ સંતોષજનક

૧૦૧ થી ૨૦૦        મધ્યમ

૨૦૧ થી ૩૦૦        ખરાબ

૩૦૧ થી ૪૦૦        બહુ ખરાબ

૪૦૧થી વધારે ગંભીર

(12:55 pm IST)