Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

માતા નિર્વિરોધ સરપંચ બનતા NRI પુત્રએ ૧ કરોડના ખર્ચે પંચાયત ભવન બનાવડાવ્યુ

બાડમેર,તા.૧૩,રાજસ્થાનના બાડમેર જિલ્લાના બૂઢાતલા સરપંચના પરિવારે અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. પરિવારે ખુદની એક કરોડની કમાણી લગાવીને અહી ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરાવડાવ્યુ હતુ. શુક્રવારે આ પંચાયત ભવનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કલેકટરથી લઇને ધારાસભ્યએ આ કામની પ્રશંસા કરી હતી.

NRI નવલ કિશોર ગોદારાએ જણાવ્યુ કે તેમનો બિઝનેસ ભારતની બહાર ચાલે છે પરંતુ જ્યારે ગ્રામજનોએ મારી માતાને નિર્વિરોધ સરપંચ બનાવી તો મારા ખભા પર આ જવાબદારી હતી કે હું આ ગ્રામ પંચાયતના લોકો માટે કઇક કરૂ. માટે મે એક કરોડના ખર્ચે આધુનિક ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરાવડાવ્યુ હતુ, જેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે.

નવલ કિશોરે આ સિવાય ગ્રામ પંચાયતના તે નાગરિકોને પોતાના પૈસા લગાવીને ચિરંજીવી યોજના સાથે પણ જોડ્યા હતા, જેમનું ઇંશ્યોરન્સ થઇ શક્યુ નહતુ. કુલ મળીને પુરૂ ગ્રામ પંચાયતના લોકો હવે ચિરંજીવી યોજના સાથે પણ જોડાઇ ગયા છે.

મહાવીર સિંહ જોધાએ નવલ કિશોરની પ્રશંસા કરતા કહ્યુ કે બાડમેર જ નહી પણ આખા રાજસ્થાન માટે આ ગ્રામ પંચાયત એક ઉદાહરણ હશે જ્યા સરપંચના પરિવાર તરફથી ગ્રામ પંચાયતનું આધુનિક ભવન બનાવડાવવામાં આવ્યુ, જેમાં કોન્ફરન્સ હૉલ, તલાટી અને સરપંચ માટે અલગ અલગ રૂમ હશે, ગાર્ડન, ટોયલેટ અને ચારે તરફ વૃક્ષારોપણ સહિત કેટલીક અન્ય ફેસિલીટી છે.

આ પ્રસંગે કોંગ્રેસના સીનિયર ધારાસભ્ય આમીન ખાને કહ્યુ કે મે પોતાના રાજકીય ઇતિહાસમાં આવો જનપ્રતિનિધિ ક્યારેય જોયો નથી જેને પોતાના પૈસાથી આ રીતે આધુનિક ભવનનું નિર્માણ કરાવડાવ્યુ હોય અને પોતાના ગામના વિકાસ વિશે આટલો મોટો વિચાર રાખતા હોય. આ પ્રશંસાને પાત્ર છે.

(12:56 pm IST)