Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

૪ જવાન પણ શહિદ થતા અરેરાટી

મણીપુરના સુરજરજચંદ જિલ્લામાં આતંકી હુમલો : આસામ રાફઇલ કમાન્ડિંગ ઓફિસર શહિદ : તેના પત્નિ તથા પુત્ર પણ મોતને ભેટયા

નવી દિલ્હી તા. ૧૩ : મણીપુરમાં પહેલી વાર મોટો આતંકવાદી હુમલો થયો છે. સુરજરજ ચંદ જિલ્લામાં એક લશ્કરી ટૂકડી પર થયેલા આતંકવાદી હુમલામાં ૪૬ આસામ રાઈફલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવારનું મોત થયું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, લશ્કરી વાહનમાં સવાર કર્નલ વિપ્લવ ત્રિપાઠી, તેમની પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું જયારે હુમલામાં ઘાયલ લોકોને બેહીયાંગ પ્રાઈમર હેલ્થ સેન્ટર ખાતે ખસેડાયા હતા.આતંકી હુમલામાં ૩ સૈનિકો પણ શહીદ થયા હોવાની ખબર છે. આસમ રાઈફલ્સ યુનિટનું વાહન જયારે જઈ રહ્યું હતું ત્યારે ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ સેનાના વાહનને આઈઈડી બ્લાસ્ટ કરીને ઉડાવી મૂકયું હતું જેમાં કર્નલ, તેમના પુત્ર-પત્ની સહિત ૬ જવાન શહીદ થયા હતા.હુમલામાં ત્રણ QRTના પણ મોત થયા હોવાની ખબર છે. આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓને લઈ જતા વાહનને નિશાન બનાવ્યું હતું.પ્રાપ્ત થતી વિગતો અનુસાર પહેલેથી ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો હતો. આસામ રાઈફલ્સના યુનિટના કાફલામાં એક કિવક રિએકશન ટીમની સાથે કમાન્ડિંગ ઓફિસર અને તેમનો પરિવાર સામેલ હતો. ઘટના બાદ પુરા વિસ્તારને સીલ કરી દેવાયો હતો અને આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.મણીપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે આતંકવાદી હુમલાને વખોડતા આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું કે આવા કાયરતાપૂર્વકના કામને સહન નહીં કરવામાં આવે. ગુનેગારોને જરૂરથી સજા કરવામાં આવશે. આ અમાનવીય આતંકી હુમલો છે.

(4:32 pm IST)