Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

"સનરાઈઝ ઓવર અયોધ્યા" : સલમાન ખુર્શીદના નવા પુસ્તક સામે હિંદુ સેનાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા : પ્રકાશન ,પ્રસારણ , અને વેચાણ રોકવાની માંગ કરી : પુસ્તકમાં હિંદુત્વની તુલના જેહાદી ઈસ્લામી સંગઠનો ISIS અને બોકો હરામ જેવા જૂથો સાથે કરી છે : સમાજના એક મોટા વર્ગની ભાવનાઓને કથિત રીતે ઠેસ પહોંચાડવનો આરોપ

પટિયાલા : કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદનું પુસ્તક આવતાની સાથે જ વિવાદોમાં ઘેરાઈ ગયું છે. શનિવારે પટિયાલા હાઉસ કોર્ટમાં પુસ્તક વિરુદ્ધ દાવો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં સમાજના એક મોટા વર્ગની ભાવનાઓને કથિત રીતે ઠેસ પહોંચાડવા બદલ પુસ્તકના પ્રકાશન, પ્રસારણ અને વેચાણને રોકવાના નિર્દેશની માંગ કરવામાં આવી છે.

હિંદુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ એડવોકેટ અક્ષય અગ્રવાલ અને સુશાંત પ્રકાશ દ્વારા હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે "સનરાઈઝ ઓવર અયોધ્યા" નામના પુસ્તકના પ્રકાશન, પ્રસારણ અને વેચાણને રોકવાના નિર્દેશોની માંગણી કરી હતી. કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પુસ્તકના કેટલાક ભાગોને લઈને હોબાળો થયો છે. પુસ્તકમાં, તે તાજેતરના વર્ષોના હિંદુત્વની તુલના જેહાદી ઈસ્લામી સંગઠનો - ISIS અને બોકો હરામ જેવા જૂથો સાથે કરે છે.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પુસ્તક વિમોચન કાર્યક્રમ મત મેળવવા અને રાજ્યમાં લઘુમતીઓનું ધ્રુવીકરણ કરવા માટેનો એક નબળો પ્રચાર સ્ટંટ છે.તેવી રજુઆત કરી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:00 pm IST)