Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

આર્યનને ફસાવી કરોડોની વસૂલીનું ષડયંત્ર ? NCB બનાવ્યું નિષ્ફ્ળ : અમદાવાદમાં ઘડાયો હતો ચક્રવ્યૂહ : સુનીલ પાટિલ માસ્ટર માઇન્ડ

કિરણ ગોસાવી અને તેની ટીમે મળીને એક જોરદાર બે ચક્રધરાવતુ ચક્રવ્યૂહ તૈયાર કર્યુ હતુ: તપાસમાં ખુલાસો

નવી દિલ્હી : શાહરૂખના પુત્ર આર્યન ખાન કેસમાં મુંબઇ પોલીસની એસઆઇટી અને એનસીબીની વિજિલેન્સ ટીમ સતત તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન આ પુરાવા મળ્યા છે કે કિરણ ગોસાવી અને તેની ટીમે મળીને એક જોરદાર બે ચક્રધરાવતુ ચક્રવ્યૂહ તૈયાર કર્યુ હતુ. આ ચક્રવ્યૂહમાં આર્યન ખાન અને તેમના સાથીઓને ફસાવીને 25 કરોડની વસૂલી કરવાની હતી.

ષડયંત્ર હેઠળ સુનીલ પાટિલ, કિરણ ગોસાવી અને મનીષ ભાનુશાળીએ પ્લાન બનાવ્યો હતો કે ક્રૂઝ પર રેવ પાર્ટી થવાની જાણકારી એનસીબીને આપીને ત્યા રેડ કરીને આર્યન અને તેના મિત્રોની અટકાયત કરવામાં આવે અને ખુદને પણ એનસીબી અધિકારી બતાવી શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ વસૂલવામાં આવે.

પ્લાન એવો પણ હતો કે જો આમ ના થયુ તો એનસીબીથી બચવાના નામ પર કરોડો રૂપિયાની વસૂલી કરવામાં આવે. આ પહેલા કે ગેન્ગ પોતાના ઇરાદા પાર પાડતી એનસીબીના અધિકારીઓએ પ્રથમ ખેપમાં આર્યન સહિત 8 લોકોની ધરપકડ બતાવી હતી. આ કારણ હતુ કે કિરણ ગોસાવી અને તેની કંપનીએ 50 લાખનો હપ્તો પરત કરવો પડ્યો હતો.

 

પ્લાન અનુસાર, આર્યન ખાનને રેડ દરમિયાન પકડાતા છોડાવવા માટે કિરણ ગોસાવીએ પૂજા ડડલાની સાથે 18 કરોડમાં ડીલ ફાઇનલ કરી હતી અને 3 તારીખે હાજી અલી ચૌક પર 50 લાખનો પ્રથમ હપ્તો લીધો હતો જેમાંથી 25 લાખ રૂપિયા હવાલા દ્વારા સુનીલ પાટિલને મોકલવામાં આવ્યા હતા પરંતુ આર્યન સાથે લેવામાં આવેલી એક સેલ્ફીને કારણે પ્લાન ફેલ થઇ ગયો અને સુનીલ પાટિલે 25 લાખ રૂપિયા પરત કરી દીધા હતા અને બાકીના 25 લાખ લઇને કિરણ ગોસાવી ફરાર થઇ ગયો હતો.

એનસીબીના સુત્રોની માનીએ તો આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ સુનીલ પાટિલ છે જેને અમદાવાદમાં બેસીને આ ચક્રવ્યૂહ રચ્યો હતો. જેને અંજામ આપવા માટે સુનીલ પાટિલે કિરણ ગોસાવી અને મનીષ ભાનુશાળીની પસંદગી કરી હતી. આ ત્રણેયની તિકડી રેડના ઘણા દિવસ પહેલા જ આર્યન ખાન વિશએ જાણકારી ભેગી કરી રહી હતી. હજુ સુધી તપાસ દરમિયાન એનસીબીની વિજિલન્સ ટીમે 16થી વધુ લોકોના નિવેદન દર્જ કર્યા છે, જ્યારે આ મામલે મનીષ ભાનુશાળી અને પ્રભાકર સેલના નિવેદન દિલ્હીની એનસીબી ઓફિસમાં દર્જ કરવામાં આવશે. એનસીબીની વિજિલન્સ ટીમ પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે એનડીપીએસ કોર્ટમાં કિરણ ગોસાવીની યેરવડા જેલમાં જિને પૂછપરછ કરવામાં આવશે.

(7:11 pm IST)