Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સિવિલ સોસાયટીને ચંગુલમાં લઈને દેશના હિતોને નુકસાન પહોંચાડાય છે

રાષ્ટ્રની સુરક્ષાના નવા ખતરા પર ડોભાલની ચેતવણી : અજીત ડોભાલ હૈદરાબાદમાં આયોજિત ૨૦૨૦ બેચના દીક્ષાંત સમારોહમાં આઈપીએસ અધિકારીઓને ચેતવ્યા

હૈદરાબાદ, તા.૧૩ : ટ્રેઈની આઈપીએસ ઓફિસર્સને રાષ્ટ્રીય સુરક્ષા માટે નવા ખતરાઓને લઈ ચેતવણી આપતાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે, યુદ્ધ હવે રાજનૈતિક અને સૈન્ય ઉદ્દેશ્યોને હાંસલ કરવાનો કારગર રસ્તો રહ્યો નથી, કેમ કે તે ફક્ત મોંઘું છે પણ તેનું પરિણામ પણ અનિશ્ચિત છે. હવે જંગનો નવો મોરચો સિવિલ સોસાયટીને ચંગુલમાં લઈને કોઈ દેશના રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડવું છે. ફોર્થ જનરેશન વોરફેર છે.

એનએસએ અજીત ડોભાલ શુક્રવારે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં આયોજિત ૨૦૨૦ બેચના દીક્ષાંત સમારોહમાં આવ્યા હતા. અહીં તેઓએ કહ્યું કે, સિવિલ સોસાયટી ચોથી પેઢીના જંગનું હથિયાર છે. આઈપીએસ અધિકારીઓને જોવું પડશે કે, તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ ખતરો ઉભો થઈ શકે.

આઈપીએસને સિવિલ સોસાયટી અંગે ચેતવતાં અજીત ડોભાલે કહ્યું કે, હવે યુદ્ધ રાજનૈતિક કે સૈન્ય ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટેનો સફળ રસ્તો નથી. ખુબ મોંઘું છે અને તેનું પરિણામ પણ અનિશ્ચિત છે.

રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવા માટે સિવિલ સોસાયટીથી છેડછાડ થઈ શકે છે, તેમાં વિભાજન ઉભું કરવામાં આવી શકે છે અને તેમાં ઘૂષણખોરી કરીને પોતાની ચંગુલમાં લેવામાં આવી શકે છે. તમે અહીં એટલા માટે છો કે ધરતી સમગ્ર રીતે સુરક્ષિત રહે. લોકો સૌથી મહત્વપુર્ણ છે. જંગનો નવો મોરચો જેને ફોર્થ જનરેશન વોરફેર કહે છે, તે છે સિવિલ સોસાયટી. હકીકતમાં સિવિલ સોસાયટીનો મતલબ નાગરિક સમાજથી છે, જે અંતર્ગત એક્ટિવિસ્ટ, સામાજિક સંગઠન, બુદ્ધિજીવી, એનજીઓ વગેરે આવે છે.

ઉપરાંત ડોભાલે કહ્યું કે, જો આતંરિક સુરક્ષા નિષ્ફળ બને છે, તો કોઈપણ દેશ મહાન બની શકતો નથી. જો લોકો સુરક્ષિત નથી તો તેઓ આગળ વધી શકતા નથી. અને દેશ પણ ક્યારેય આગળ નહીં વધે. તેઓએ કહ્યું કે, દેશમાં પોલીસબળની સંખ્યા ૨૧ લાખ છે અને અત્યાર સુધી ૩૫,૪૮૦ કર્મીઓએ બલિદાન આપ્યું છે. ઉપરાંત ડોભાલે કહ્યું કે, આપણે ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)ના ૪૦ અધિકારીઓને પણ યાદ કરવા જોઈએ જે શહીદ થયા ગયા છે.

(7:33 pm IST)