Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

યુરોપમાં કોરોના વકરતા કેટલાક સ્થળે પ્રતિબંધો

અનેક દેશોમાં કોરોના નિયંત્રણ હેઠળ : બેલ્જિયમ, બુલ્ગારિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ઈસ્ટોનિયા, ગ્રીસ, હંગરી, પોલેન્ડમાં સ્થિતિ ઘણી ખરાબ

વેટિકન, તા.૧૩ : સમગ્ર દુનિયાના તમામ દેશ ખાસ કરીને યુરોપમાં કોરોના મહામારી એકવાર ફરીથી ખતરનાક સ્વરૂપમાં આવી રહી છે. યુરોપ સમયે કોરોના મહામારીનુ કેન્દ્ર બનેલુ છે. યુરોપિયન ઈકૉનોમિક એરિયા જેમાં યુરોપિય યુનિયન, આઈસલેન્ડ અને નોર્વે સામેલ છે, અહીં લગભગ ૬૫ ટકા આબાદીને વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા છે પરંતુ હાલના મહિનામાં વેક્સિનેશનની ઝડપમાં ઘટાડો આવ્યો છે. ૨૭ સભ્ય યુરોપિયન યુનિયનના ૧૦ દેશોમાં કોરોના મહામારીને લઈને પરિસ્થિતિ ચિંતાજનક છે.

યુરોપિયન સેન્ટર ફૉર ડિસીઝ તરફથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર બેલ્જિયમ, બુલ્ગારિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ઈસ્ટોનિયા, ગ્રીસ, હંગરી, નેધરલેન્ડ, પોલેન્ડ અને સ્લોવેનિયામાં સ્થિતિ ઘણી ખરાબ છેનેધરલેન્ડમાં સપ્તાહના આંશિક લૉકડાઉન દરમિયાન બાર અને રેસ્ટોરન્ટ હવે જલ્દી બંધ થશે. સાથે રમત-ગમત સાથે જોડાયેલા આયોજન દર્શકો વિના  આયોજિત થશે. પશ્ચિમ યુરોપમાં ગરમીઓ બાદ પહેલીવાર હશે જ્યા લોકડાઉન લાગશે. જર્મનીમાં શનિવારે કોરોના ટેસ્ટ ફરીથી રૂ કરવામાં આવશે. માટે જર્મનીમાં કાનૂની ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે અનુસાર સાર્વજનિક સ્થળ પર ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ અનિવાર્ય હશે, જો કે માર્ચ સુધી જારી રહેશે.

ઑસ્ટ્રિયા સરકાર રવિવારે તે લોકો પર લોકડાઉન લાગુ કરી શકે છે જેનુ રસીકરણ થયુ નથી. લાતવિયામાં વેક્સિનેશનની રફ્તારને વધારવાના પ્રયત્ન ચાલુ છે. સેન્ટ્રલ અને ઈસ્ટર્ન યુરોપિયન સરકારને આને લઈને મોટા સ્તરે એક્શન લીધુ છે. લાતવિયા, યુરોપિયન યુનિયનનો તે દેશ છે જ્યાં રસીકરણનો દર ઘણો ઓછો છે. અહીં ઓક્ટોબરમાં સપ્તાહનુ લોકડાઉન લગાવાયુ છે.

(7:36 pm IST)