Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

દિલ્હીમાં આંશિક લોકડાઉન : પ્રદૂષણને પગલે સ્કૂલો એક સપ્તાહ બંધ રહેશે : કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય

કન્સ્ટ્રક્શન સાઇટો પર પણ બંધ રાખવા આદેશ : 14થી 17 નવેમ્બર સુધી બંધ રખાશે સાઇટો: સરકારી કર્મચારીઓ ઘરેથી જ કરશે કામ : ખાનગી ઓફિસો માટે એડવાઇઝરી જાહેર કરાશે

નવી દિલ્હી : દિલ્હીમાં પોલ્યૂશનમાં બગડતી સ્થિતિના કારણે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની સ્થિતિ ઉભી થઈ છે. અરવિંદ કેજરીવાલે સરકારે એક સપ્તાહ માટે શાળાઓ બંધ કરી દીધી છે. જ્યારે બધી સરકારી કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ માટે કહેવામાં આવ્યું છે.

નેશનલ કેપિટલમાં આંશિક લોકડાઉન જેવો આ નિર્ણય પોલ્યૂશનના મુદ્દા પર ઈમરજન્સી મીટિંગમાં લેવામાં આવ્યો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણયની જાહેરાત અને ચેતવણી આપી કે અમે સંપૂર્ણ લોકડાઉન અંગે પણ વિચારી રહ્યાં છીએ. પ્રાઈવેટ ગાડીઓને બંધ કરવાનું પણ વિચારી રહ્યાં છીએ. બધી જ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પર પ્રતિબંધ લગાવી દીધી છે.

દિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા અત્યારે પણ ગંભીર શ્રેણીમાં બનેલી છે. દિલ્હીની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, દુનિયાના સૌથી પ્રદૂષિત દસ શહેરોમાં પ્રથમ સ્થાને છે. આ યાદીમાં ભારતના મુંબઈ અને કોલકતા પણ સામેલ છે. સ્વિટ્ઝલેન્ડ આધારિત ક્લાઈમેન્ટ ગ્રુપે IQAirએ આ નવી યાદી જાહેર કરી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ પ્રોગ્રામમાં ટેકનોલોજી પાર્ટનર છે.

પાકિસ્તાનનું લાહોર અને ચીનનો ચેંદગૂ શહેર પણ આ સૂચીમાં સામેલ છે. દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરમાં પંજાબ અને હરિયાણામાં સળગાવનાર પરાલી અને દિલ્હીમાં ગાડીઓનું પ્રદૂષણની પણ મોટી ભૂમિકા છે.

(9:21 pm IST)