Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

યુપીમાં ભાજપને ભારે નુકશાન છતાં ફરીથી યોગી સરકારની વાપસી : પંજાબમાં કોંગ્રેસ અને આપ વચ્ચે જોરદાર રસાકસી

પંજાબમાં આપનો વોટ શેયર લગભગ 36.5 ટકા અને ભાજપાને 2.2 ટકા વોટ મળી શકે: રી ચરણજીત સિંહ ચન્નીને 31% લોકોમી બીજી વખત સીએમ પદ પર પસંદ :એબીપી-સીવોટરના સર્વેનું તારણ

નવી દિલ્હી : આગામી વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણીથી પહેલા સીવોટર દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, આ રાજ્યોમાં ભાજપા અને તેના સહયોગીઓ જીતથી દૂર થતાં જોવા મળી રહ્યાં છે. જોકે, ઉત્તર પ્રદેશમાં ભારે નુકશાન હોવા છતાં ભાજપ સરકાર રચે તેવા સંકેત દેખાઇ રહ્યાં છે. જ્યારે સર્વે અનુસાર આ વખતે પંજાબમાં ભાજપ ખાતું પણ નહીં ખોલે તેવી સ્થિતિમાં  પહોંચી ગઈ છે.  પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

ચૂંટણી પૂર્વ એબીપી-સીવોટર દ્વારા કરાવવામાં આવેલા સર્વે અનુસાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને પાછલી વખતે સરખામણીમાં લગભગ 100 સીટોનું નુકશાન થઈ શકે છે. સર્વે અનુસાર ભાજપા આ વખતે 213-221 સીટો લાવવાની સાથે બીજી વખત સરકારમાં વાપસી કરી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 152-160 સીટો મળવાની આશા છે. જ્યારે બીએસપીને 16-20 અને કોંગ્રેસને 6-10 સીટો મળવાની આશા છે.

જો વોટ ટકાવારીની વાત કરીએ તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપાનું વોટ શેર લગભગ 40.7 ટકા હોઈ શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટીને લગભગ 31.1% વોટ મળવાનું અનુમાન છે. તે ઉપરાંત બીએસપીને લગભગ 15.1 ટકા વોટ અને કોંગ્રેસસને 8.9 ટકા વોટ મળી શકે છે. અન્યના ખાતમાં પણ ચાર ટકા વોટ જવાની આશા છે. તે ઉરાંત જો મુખ્યમંત્રી ચહેરાની વાત કરીએ તો 41 ટકા લોકોની પંસદ વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ લિસ્ટમાં પ્રથમ નંબર પર છે તો મુખ્યમંત્રીના રૂપમાં 32% લોકોની પંસદ અખિલેશ યાદવ પણ છે.

હાલઆ દિવસોમાં સૌથી વધારે રાજકીય ઉથલ-પાથલવાળા રાજ્ય પંજાબમાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. એબીપી સીવોટર સર્વે અનુસાર પંજાબની કુલ 117 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસને 42-50 સીટ મળવાનો અનુમાન છે. જ્યારે પંજાબની મુખ્ય વિપક્ષી પાર્ટી આપ પણ આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસને જોરદાર ટક્કર આપી શકે છે. આપને 47-53 સીટો મળવાનો અનુમાન છે. અકાલી દળનું પ્રદર્શન પાછલી વખતની જેમ જ આ વખતે પણ કમોબેશ તેવું જ રહી શકે છે. અકાલી દળ 16-24 સીટ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે કેન્દ્રની સત્તાવાદી પાર્ટી ભાજપા આ વખતે સૌથી ખરાબ પ્રદર્શન કરતાં 0-1 સીટ લાવી શકે છે.

આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સૌથી વધારે વોટ મળવાની આશા છે. આપનો વોટ શેયર લગભગ 36.5 ટકા અને ભાજપાને 2.2 ટકા વોટ મળી શકે છે. સર્વે અનુસાર પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને લગભગ 31% લોકો બીજી વખત સીએમ પદ પર જોવા માંગે છે તો જ્યારે અરવિંદ કેજરીવાલ 21 ટકા લોકોની પસંદ છે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને માત્ર સાત ટકો લોકો બીજી વખત મુખ્યમંત્રીના રૂપમાં દેખવા માંગે છે. શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલને 16 ટકા લોકો મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે તો જ્યારે ભગવંત માનને માત્ર 14 ટકા લોકો મુખ્યમંત્રીના રૂપમાં પંસદ કરે છે.

(9:57 pm IST)