Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સમગ્ર ગુજરાતમાં ૧૭-૧૮ નવેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે : માવઠાની સંભાવના

એક અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરીય તમિલનાડુ આસપાસ લાગુ વિસ્તાર પર સમુદ્રની સપાટીથી ૫.૮ કિમિ સુધી છવાયેલ છે.લો લેવલે તમિલનાડુના ઉત્તરીય આંતરિક ભાગથી દરિયાકાંઠાના ઉતરીય ઓડિશાથી દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ સુધી એક ટ્રફ રેખા છવાયેલ છે. જે તા.૧૫ની મોડી રાત સુધીમાં કેરલ નજીક અરબ સાગરમાં આવી જશે. વધુ મજબુત પણ બનશે. તા.૧૭ સુધી મુખ્યત્વે ઉત્તર ઉત્તર પશ્ર્ચિમ દિશા તરફ ગતિ કરશે. તેના પ્રભાવ હેઠળ ફરી તા.૧૭- ૧૮ નવેમ્બરથી સમગ્ર ગુજરાતના વાતાવરણમાં બદલાવ આવશે. વાતાવરણમાં અસ્થિરતાની અસર જોવા મળી શકે છે.. (અસ્થિરતા/માવઠું = છુટા છવાયા વિસ્તારોમાં વાદળો છવાય, છાંટા છુંટી કે ઝાપટા કે વરસાદની શક્યતા)

(10:30 pm IST)