Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જૈનાબાદ સ્કુલના 36 બાળકોએ પાડેલા 150 ફોટા લંડન બુકમાં છપાયા

જૈનાબાદના બાળકોએ પાડેલા ફોટાઓના લંડનમાં જ પોસ્ટકાર્ડ બનશે: લંડનમાં છપાયેલી બુકનો વર્લ્ડ બુક કોમ્પીટીશનમાં હજારો બુકો વચ્ચે 350મો નંબર આવ્યો

બ્રિટેનથી આવેલા નિવૃત પ્રોફેસર દંપતિ છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે એક મહિનો જૈનાબાદ સ્કુલના ભુલકાઓ સાથે ગાળે છે. આ ભુલકાઓ દ્વારા પાડેલા ફોટાઓની “આ મારૂ જૈનાબાદ છે” નામની લંડનમાં છપાયેલી બુકનો વર્લ્ડ બુક કોમ્પીટીશનમાં હજારો બુકો વચ્ચે 350મો નંબર આવ્યો હતો. જૈનાબાદના બાળકોએ પાડેલા ફોટાઓના લંડનમાં જ પોસ્ટકાર્ડ બનશે અને ચાલુ વર્ષે બાળકોએ પાડેલા ફોટાઓના લંડનમાં જ કેલેન્ડર બનાવવામાં આવશે.

લોકોની જીવનશૈલી ધીમેંધીમેં બદલાઇ રહી છે. અને જીવનની જૂની રીતો પણ અદ્રશ્ય થઇ રહી છે. અને ભવિષ્યને અપનાવવાની ઉતાવળ, ભૂતકાળને ભુલાવી દેવાનું જોખમ ઉભુ કરી રહી છે. આથી આજથી અંદાજે ચાર વર્ષ અગાઉ છેક બ્રિટેનથી આવેલા નિવૃત પ્રોફેસર એલન અને એમની પત્ની સ્ટેલાએ જૈનાબાદ સ્ટેટ એમ.એસ.મલિક અને યુવરાજ ધનરાજ મલિક સાથે સર ઝુબેદા બેગમ હાઇસ્કુલની મુલાકાત લઇ આચાર્ય તારીક મલિકની આગેવાનીમાં સ્કુલમાં અભ્યાસ કરતા 36 ભુલકાઓની ટીમ બનાવી આ તમામ ભુલકાઓને ડીજીટલ કેમેરા સાથે ફોટા પાડવાની બ્રિટેનના દંપતિ દ્વારા અદ્યતન ટ્રેનીંગ આપ્યા બાદ આ 14 વર્ષના કુલ 36 બાળકોએ વિવિધ વિષયો જેવા કે મારૂ ઘર, ખેતીના વિવિધ પાકો, આહાર, વહન, વ્યવસાય, સજાવટ, કુટુમ્બ તથા મીઠું અને અગરીયો જેવા વિષયો પર પાડેલા 750 જેટલા ફોટાઓમાંથી અંદાજે 150 ફોટા અને બાળકોએ દોરેલા ચિત્રોની એક સુંદર બુક “આ મારૂ જૈનાબાદ છે” નામનું પુસ્તક ધ પાયોનીયર સેન્ટર લંડન દ્વારા પ્રકાશીત કરવામાં આવ્યુ હતુ.

(12:33 am IST)