Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

સેન્સેક્સમાં મામુલી ઘટાડો, નિફ્ટીમાં સામાન્ય વધારો

સ્થાનિક શેરબજારમાં ભારે ઊતાર-ચઢાવ જોવા મળ્યો : ફાર્મા સેક્ટરના શેરોમાં ગિરાવટ, બેક્નિંગ શેરોમાં ઊછાળો

નવી દિલ્હી, તા. ૧૩  : સ્થાનિક શેર બજારોમાં બુધવારે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. બીએસઈનો ૩૦ શેરોનો સંવેદનશીલ ઇન્ડેક્સ સેન્સેક્સ ૨૪.૭૯ પોઈન્ટ એટલે કે ૦.૦૫ ટકાના ઘટાડા સાથે ૪૯૪૯૨.૩૨ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, એનએસઈ નિફ્ટી ૧.૪૦ પોઇન્ટ અથવા ૦.૦૧ ટકાના વધારા સાથે ૧૪,૫૬૩.૯૦ પોઇન્ટ પર બંધ થયો છે.  નિફ્ટી પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, અદાણી પોર્ટ્સ, આઇઓસી અને એનટીપીસીના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, શ્રી સિમેન્ટ્સ, બજાજ ફિનસર્વ અને યુપીએલના શેર ગિરાવટ સાથે બંધ થયા છે.

બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ ૬.૨૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ રીતે એસબીઆઈના શેરમાં પણ ૪.૮૦ ટકાનો વધારો થયો છે. આઇટીસીના શેરમાં ૨.૩૫ ટકાનો વધારો થયો છે. એ જ રીતે એનટીપીસીના શેરમાં ૨.૨૪ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. ભારતી એરટેલના શેરમાં ૨.૨૧ ટકા, એક્સિસ બેક્નના શેરમાં ૧.૭૮ ટકા, ઓએનજીસીના શેરમાં ૧.૬૯ ટકા, ઇન્ડસઇન્ડ બેક્નના શેરમાં ૧.૬૪ ટકા, આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ૧.૧૬ ટકા, પાવરગ્રિડના શેરમાં ૦.૫૬ ટકા, નેસ્લે ઇન્ડિયાના શેરમાં ૦.૧૭ ટકા, લાર્સન અને ટુબ્રોના શેરમાં ૦.૧૭ ટકા અને ટેક મહિન્દ્રાના શેર લીલા માર્ક સાથે બંધ થયા છે. સેન્સેક્સ પર બજાજ ફાઇનાન્સના શેરમાં સૌથી વધુ ૨.૮૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો. એ જ રીતે, એચડીએફસી, બજાજ ફિનસર્વ, ટાઇટન, સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ, એશિયન પેઇન્ટ, કોટક મહિન્દ્રા બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, બજાજ ઓટો, એચસીએલ ટેક, મારુતિ, ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરો લાલ નિશાનો સાથે બંધ થયા હતા. પાછલા સત્રમાં સેન્સેક્સ ૪૯,૫૧૭.૧૧ ના સ્તરે બંધ રહ્યો હતો. બુધવારે સેન્સેક્સ ૪૯,૭૬૩.૯૩ પોઇન્ટના વધારા સાથે ખુલ્યો અને એક સમયે ૪૯,૭૯૫.૧૯ પોઇન્ટના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.

(12:00 am IST)