Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

૧પ જાન્યુઆરીથી કોરોના કોલરટયુનથી મળશે છુટકારો

હવે વાગશે આ નવી કોલર ટયુન

નવી દિલ્હી, તા., ૧પઃ કોરોના અંગે જાગૃતિ માટે ભારત સરકારે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના અવાજવાળી કોલરટ્યુન હવે બંધ થવાની છે. ૧૫ જાન્યુઆરીથી તમને મોબાઈલ પર અમિતાભ બચ્ચનના આવાજવાળી કોરોના કોલરટ્યુન નહી  સભળાય. ૧૫ જાન્યુઆરીથી અમિતાભ બચ્ચનના અવાજવાળી કોલરટ્યુન બદલવામા  આવશે અને એના સ્થાને વેક્સિનેશન આધારિત કોલરટ્યુન સ ભળાશે. ભારત સરકારના ટેલીકોમ મ ત્રાલય અમિતાભ બચ્ચનના અવાજમા કોરોના કોલરટ્યુન ઓક્ટોબર મહિનામા  શરૂ કરવામા  આવી હતી.

વેક્સિનેશન આધારિત કોલરટ્યુન સંભળાશે

૧૫ જાન્યુઆરીથી કોલર્સને વેક્સિનેશન આધારિત કોલરટ્યુન સંભળાશે. વેક્સિનેશન અંગેની આ કોલરટ્યુનમા ભારત સરકારની વેક્સિનેશન અભિયાન. વેક્સિનની અનિવાર્યતા, વેક્સિનનુ  મહત્વ, વેક્સીન અને વેક્સિનેશન અંગેની અફ્વાઓથી બચવા અને આવી અફ્વા ન ફેલવવા અંગેની વિવિધ બાબતો સામેલ કરવામાં  આવી શકે છે. જેમ જૂની કોરોના કોલરટ્યુનમા  કોરોના અને તેનાથી બચવાના ઉપાયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એમ વેક્સિનેશન આધારિત કોલરટ્યુનમાં વેક્સિનેશન અભિયાનને સમાવી લેવામા  આવશે.

ઓક્ટોબર મહિનામાં બદલાઈ હતી કોલરટ્યુન

કોરોના વાઈરસ અંગે જાગૃતિ માટે ભારત સરકારના ટેલીકોમ મંત્રાલયે લોકડાઉનમાં શરૂ કરી હતી. લોકડાઉનમા  વોઈસ આર્ટીસ્ટ જસલીન ભલ્લાના અવાજમા  શરૂ કરવામા  આવેલી.

(7:19 pm IST)