Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

'રામસેતુ’ પર થશે રિસર્ચ, પુરાતત્વ વિભાગે આપી મંજૂરી ; ‘રામાયણકાળનો સમયગાળો નક્કી કરવામાં મદદ મળશે

‘રેડિયમોમેટ્રિક ટેક્નોલોજીના મારફતે આ સ્ટ્રક્ચરની ઉંમરની શોધ થશે: ટ્રક્ચરમાં કોરલ્સ અને પ્યૂલિસ પત્થરો મોટી સંખ્યામાં છે

નવી દિલ્હી : ભારત અને શ્રીલંકા વચ્ચે બનેલા રામ સેતુ અંગે અનેક મોટા ખુલાસા થઇ શકે છે. તેને લઇ એક રિસર્ચ કરવામાં આવશે. જેના માધ્યમથી જાણવા મળશે કે રામ સેતુ કેટલો જૂનો છે. તે સિવાય રિસર્ચમાં શોધવામાં આવશે કે તેને કેવી રીતે બનાવવામાં આવ્યું હતુ. આ યોજના પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોનું કહવુ છે કે આ રિસર્ચ દ્વારા ‘રામાયણકાળનો સમયગાળો નક્કી કરવામાં મદદ મળી શકે છે.’

અંગ્રેજી સમાચાર પત્રના સમાચાર મુજબ આ રિસર્ચ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ લીલી ઝંડી આપી દીધી છે અને તેને સીએસઆઈઆર-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફી, ગોવા દ્વારા શોધ કરવામાં આવશે. સીએસઆઈઆર-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફી (NIO), ગોવા એ શોધ કરશે કે ભારત અને શ્રીલંકા વચ્ચે છીછરી સમુદ્રી સપાટી જેને રામ સેતુ કહેવામાં આવે છે, તેનો નિર્માણ ક્યા સમયગાળામાં થયો.

જીયોલોજિકલ ટાઇમ સ્કેલ અને અન્ય સહાયક પર્યાવરણીય ડેટા દ્વારા આ પુલનો અભ્યાસ કરાશે. એનઆઈઓના ડિરેક્ટર પ્રો સુનિલ કુમાર સિંહએ અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યું કે આ રિસર્ચ પુરાતાત્વિક પ્રાચીન વસ્તુઓ, રેડિયોમેટ્રિક અને થર્મોલ્યૂમિનિસેન્સ (TAL) પર આધારિત હશે તેમણે જણાવ્યું કે ‘રેડિયમોમેટ્રિક ટેક્નોલોજીના મારફતે આ સ્ટ્રક્ચરની ઉંમરની શોધ થશે. આ સ્ટ્રક્ચરમાં કોરલ્સ અને પ્યૂલિસ પત્થરો મોટી સંખ્યામાં છે. કોરલ્સમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, જેથી અમે આ સમગ્ર પુલની ઉંમરને જાણી શકીશુ અને રામાયણના સમયગાળાને જાણવામાં મદદ મળશે

(7:53 pm IST)