Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

' 40 અંડર 40 ' : લઘુમતી આરોગ્ય ક્ષેત્રે 40 વર્ષથી ઓછી ઉંમરના 40 લોકોમાં અનેક ઇન્ડિયન અમેરિકન હેલ્થ વર્કરે સ્થાન મેળવ્યું


વોશિંગટન : નેશનલ માઇનોરિટી ક્વોલિટી ફોરમે ગયા મહિને 2021 ની સાલ માટે લઘુમતી આરોગ્યના છઠ્ઠા વાર્ષિક 40 અંડર 40 નેતાઓની ઘોષણા કરી હતી, જેમાં ઘણા ભારતીય અમેરિકન અને દક્ષિણ એશિયન અમેરિકન નેતાઓ સમાવિષ્ટ થયેલા જોવા મળ્યા હતા.

પસંદ થયેલ નેતાઓમાં  યુ.સી. ડેવીસના એન્જલ દેસાઈ ,  યુ.સી.ના વિશાલ્લી લૂમ્બા ( સાન ફ્રાન્સિસ્કો સ્કૂલ ઓફ મેડિસિન અને યુ.સી. બર્કલે સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ) હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના જુનૈદ નબી , મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના સુધાકર વી. નૂટી , રુટગર્સ યુનિવર્સિટીના સંગીતા પુડાસૈની-કપરી; કેન્સાસ સ્કૂલ ઓફ મેડિસિન યુનિવર્સિટીના મેઘા રામાસ્વામી , પર્પલ હેલ્થ ફાઉન્ડેશનના અનિતા રવિ ,  અને યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થના    મેગન એલ. શ્રીનિવાસ.સહિતનાઓનો સમાવેશ થતો હતો તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(6:14 pm IST)