Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

IPL -2021 : રોમાંચક મેચમાં મુંબઈ ઈંડિયંસે કલકત્તા નાઈટ રાઈટડર્સને 10 રનથી હરાવ્યુ :રાહુલ ચહલે ચાર વિકેટ ઝડપી

સૂર્યકુમાર યાદવે 56 અને રોહિત શર્માએ 43 રન ફટકાર્યા : નીતીશ રાણાને 57 રન બનાવ્યા

ચેન્નાઇ : IPL  2021ની પાંચમી મેચમાં ચેન્નઈ ખાતે મુંબઈ ઇન્ડિયન્સની કોલકાતા સામે 10 રનથી જીત થઈ હતી. 153 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 142 રન જ કરી શકી. કોલકાતા તરફથી સૌથી વધુ રન નીતશ રાનાએ બનાવ્યા હતા. રાણાએ બેક ટુ બેક અડધી સદી ફકટારતા આજે 57 રન બનાવ્યા હતા. શુભમન ગીલે 37 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રાહુલ ચહરે 4 ઓવરમાં માત્ર 27 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 153 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ હતી. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે 56 અને રોહિત શર્માએ 43 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આન્દ્રે રસેલે 5, પેટ કમિન્સે 2, જ્યારે વરુણ ચક્રવર્તી, શાકિબ અલ હસન અને પ્રસિદ્વ કૃષ્ણએ 1-1 વિકેટ લીધી.હતી

કોલકાતાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે મુંબઈની ટીમમાં એક બદલાવ છે. ક્રિસ લિનની જગ્યાએ કવિન્ટન ડી કોક રમી રહ્યો છે. સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ બેંગલોર સામે 2 વિકેટે હારી ગઈ હતી, જ્યારે કોલકાતાએ હૈદરાબાદને 10 રને માત આપી હતી.

(11:41 pm IST)
  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST

  • ઓરિસ્સામાં કોરોના વેક્સિનની અછત : રાજ્યના 11 જિલ્લાઓમાં રસીકરણ અભિયાન સ્થગિત કરાયું : ઓરિસ્સાના 30 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં વેક્સિનની તંગીને કારણે રસીકરણ અટકી ગયું access_time 1:03 am IST

  • ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્થગિત કરવા ભાજપ સાંસદ કૌશલ કિશોરની માંગ : ચૂંટણી આયોગને લખ્યો પત્ર : કોરોનાએ હાહાકાર મચાવ્યો : અનેક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ : લખનૌમાં લોકડાઉન લાદવું પડે તેવી સ્થિતિ :લખનૌના મોહનલાલ ગંજથી ભાજપના સાંસદે કહ્યું -કોરોના બેકાબુ છે,હજારો પરિવારો ઝપટે ચડ્યા છે,સ્મશાનમાં લાશોના ઢગલા છે,ત્યારે ચૂંટણી નહીં લોકોના જીવ બચાવવા જરૂરી છે access_time 1:13 am IST