Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોરોનાના વધતા કેસથી અલ્હાબાદ હાઇકોર્ટનું સખ્ત વલણ : બે-ત્રણ અઠવાડિયાના સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા નિર્દેશ

રસ્તા પર એક પણ વ્યક્તિ માસ્ક વગર ના દેખાય, નહીંતર પોલીસ સામે કોર્ટ અવમાનનાની કાર્યવાહી કરશે :વિકાસ વ્યક્તિઓ માટે છે. જ્યારે માણસો જ નહીં હોય તેવામાં વિકાસનો શું અર્થ રહેશે.

ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા કેસને લઇને અલ્લાહાબાદ હાઇકોર્ટે રાજ્ય રાજ્ય સરકારને પ્રભાવિત ક્ષેત્રોમાં બેથી ત્રણ અઠવાડિયા માટેનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ્ટ સિદ્ધાર્થ વર્મા અને અજિત કુમારની ખંડપીઠે આદેશ જાહેર કર્યો અને કહ્યું કે ખુલ્લા મેદાનમાં અસ્થાયી હોસ્પિટલ બનાવીને દર્દીઓની સારવારની સિવધા કરે.

કોર્ટે કહ્યું કે જરુર પડે તો કોન્ટ્રાક્ટ પર સ્ટાફની નિમણૂંક કરવામાં આવે. આ મામલે સુનવણીની આગલી તારીખ 19 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. સાથે જ સ્વાસ્થ્ય સચિવ દ્વારા આ અંગે સ્વાસ્થ્ય સચિવ પાસે એફિડેવિટ માંગ્યું છે. હાઇકોર્ટે કહ્યું કે રસ્તા પર એક પણ વ્યક્તિ માસ્ક વગર ના દેખાય, નહીંતર પોલીસ સામે કોર્ટ અવમાનનાની કાર્યવાહી કરશે. કોર્ટે કહ્યું કે ધાર્મિક, સામાજિક કાર્યક્રમોની અંદર 50 કરતા વધારે લોકો એકઠા ના થાય. નાઇટ કર્ફ્યુ કરોનાને રોકવા માટે ઘણું નાનુ પગલું છે. નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે નાના ડેમ તેને રોકી નથી શકતા.

આપણે કોરોનાને રોકવા માટે કડક પગલા લેવા પડશે. હાઇકોર્ટે કહ્યું કે દિવસ દરમિયાન જરુર વગરના વાહનવ્યવહાર પર નિયંત્રણ જરુરી છે. જો જીવન હશે તો અર્થવ્યવસ્થા પણ બેઠી થઇ જશે. વિકાસ વ્યક્તિઓ માટે છે. જ્યારે માણસો જ નહીં હોય તેવામાં વિકાસનો શું અર્થ રહેશે.

(9:21 am IST)