Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સીએમ કાર્યાલયમાં કેટલાક અધિકારીને કોરોના : યોગી આદિત્યનાથ થયા આઈસોલેટ

કોરોના વાયરસનો પ્રકોપ હવે ઉત્ત્।રપ્રદેશની સીએમ ઓફિસ સુધી પહોંચી ગયો છે : સીએમ હવે તમામ કાર્ય વર્ચ્યુઅલી કરશે

લખનઉ,તા.૧૪: કોરોના વાયરસનો પ્રકોપ હવે ઉત્ત્।રપ્રદેશની સીએમ ઓફિસ સુધી પહોંચી ગયો છે. તેના કારણે ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમના કાર્યાલયમાં કેટલાક અધિકારી કોરોનાથી સંક્રમિત થયા છે. સીએમ હવે તમામ કાર્ય વર્ચ્યુઅલી કરશે.

યોગી આદિત્યનાથે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યુ, મારા કાર્યાલયમાં કેટલાક અધિકારી કોરોનાથી સંક્રમિત થયા છે. આ અધિકારી મારા સંપર્કમાં રહ્યા છે. અંતે સાવચેતીના ભાગરૂપે હું આઈસોલેટ થઈ ગયો છું. તમામ કાર્ય વર્ચ્યુઅલી પ્રારંભ કરી રહ્યો છું.

મહત્વનું છે કે ઉત્ત્।ર પ્રદેશમાં કોરોના વાયરસે તમામ રેકોર્ડ તોડી દીધા છે. પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૧૮૦૨૧ કેસ સામે આવ્યા છે. રાજયના સ્વાસ્થ્ય સચિવે આ જાણકારી આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૫ દર્દીઓના મૃત્યુ થયા છે. રાજયમાં આ પહેલા ૧૧ એપ્રિલે એક દિવસમાં સૌથી વધુ ૧૫૩૫૩ નવા કેસ સામે આવ્યા હતા જયારે ૧૨ એપ્રિલે એક દિવસમાં સર્વાધિક ૭૨ દર્દીઓના મૃત્યુ થયા હતા.

રાજયના સ્વાસ્થ્ય સચિવ અમિત મોહને જણાવ્યુ કે, રાજયમાં આજે ૩૪૭૪ લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજયમાં એકિટવ કેસની સંખ્યા ૯૫૯૮૦ છે. સંક્રમણથી અત્યાર સુધી ૯૩૦૯ લોકોના મોત થયા છે. અત્યાર સુધી રાજયમાં  ૩,૭૧,૭૩,૫૪૮ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ૮૦,૧૮,૬૭૧ લોકોને વેકિસન આપવામાં આવી છે.

(10:13 am IST)