Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

બાર્કલેજનો ચોંકાવનારો રિપોર્ટ

જો લોકડાઉન લદાશે તો ભારતીય અર્થતંત્રને દર સપ્તાહે થશે અધધ ૯૦૦૦ કરોડનું નુકસાન

અંકુશો મેના અંત સુધી ચાલુ રહેશે તો અર્થતંત્રને ૧૦.૫ અબજ ડોલરનું નુકસાન થશે

નવી દિલ્હી તા. ૧૪ : કોરોનાના વધતા કેસ વચ્ચે અનેક રાજ્યોએ અવરજવર પર અને કારોબાર પર પ્રતિબંધ લગાવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં મહત્વના કેન્દ્રોમાં લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને દર સપ્તાહે અંદાજે ૧.૨૫ અરબડોલરનું નુકસાન થશે. તેનાથી ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ તિમાહીમાં જીડીપી ૧.૪૦ ટકા પ્રભાવિત થશે.

બ્રિટેનની બ્રોકરેજ કંપની બાર્કલેજના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો હાલના પ્રતિબંધો મેના અંત સુધી રહે છે તો આર્થિક અને વાણિજ્યક ગતિવિધિઓ સામૂહિક નુકસાન ૧૦.૫ અરબડોલર તેમજ હાલનું મૂલ્ય પર જીડીપીનું નુકસાન ૦.૩૪ ટકાનું રહે છે.

ભારત સંક્રમણના નવા કેસોમાં હવે વિશ્વમાં સૌથી આગળ છે. હવે ભારતના બીજા અને ત્રીજા સૌથી પ્રભાવિત દેશો અમેરિકા તેમજ બ્રાઝીલને પાછળ મૂકી દીધા છે.

બાર્કલેજે કહ્યું કે થોડાક સમય પહેલા દેશના મહત્વના આર્થિક કેન્દ્રોમાં લોકડાઉન અને અવરજવર પર પ્રતિબંધ તેમજ રાત્રીકર્ફયુ લગાવામાં આવ્યું છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને એક સપ્તાહમાં ૧.૨૫ અરબડોલરનું નુકસાન થશે. એક સપ્તાહ પહેલા અર્થવ્યવસ્થાને સાપ્તાહિક આધાર પર ૫૨ કરોડ ડોલરનું નુકસાન થઇ રહ્યંુ હતું. બાર્કલેજે કહ્યું કે તિમાહી આધાર પર જોવામાં આવે તો આ નુકસાન વધુ મોટું હશે. તેનાથી જીડીપીમાં ૧.૪૦ ટકાનો ઘટાડો થશે.

દેશમાં ગઇકાલે સંક્રમણના ૧.૬૨ લાખ કેસ નોંધાયા અને ૮૭૯ના મોત નોંધાયા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાના કેસ ૧.૩૭ કરોડ પર પહોંચી ગયા છે. બીજી બાજુ દેશમાં મહામારીથી ૧,૭૧,૦૫૮ લોકોના મોત થયા છે. વિવિધ રાજ્યોમાં સંક્રમણના કેસ દરરોજ વધી રહ્યા છે. કુલ કેસમાં મહારાષ્ટ્રનો ભાગ ૪૮ ટકાની નજીક છે. આ ઉપરાંત કોરોનાના કેસમાં તેજ વધારાના કારણે દિલ્હીમાં અવરજવર પર પ્રતિબંધ લગાવામાં આવ્યા છે.

(11:01 am IST)