Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

નાકના સ્પ્રેથી ૯૯.૯૯% કોરોના વાયરસનો થશે ખાત્મો

પરિક્ષણ અમેરિકા અને બ્રિટનમાં સફળ રહ્યું છે

ટોરેન્ટો, તા.૧૪: કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો કર્યો છે કે નોઝ સ્પ્રે બનાવ્યુ છે જે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે.

કંપનીએ કહ્યું કે તેમનો આ સ્પ્રે કોરોનાથી બિમાર લોકોનો ઇલાજ કરવામાં કામ કરશે. સાથે જ મહામારીના લક્ષણોની ગંભીરતાથી પણ બચાવ થશે.

 ધ સન સમાચાર અનુસાર કેનેડાની કંપનીએ કહ્યું કે તેમનો નાકમાં નાખવાનો સ્પ્રે હવામાં જ કોરોનાવાયરસને ખત્મ કરવાનું  શરૂ કરી દીધુ છે. આ સિવાય નાકના રસ્તાથી તે ફેફસા સુધી તેને સાફ કરે છે. તેનું પરિક્ષણ અમેરિકા અને બ્રિટનમાં સફળ રહ્યું છે. સેનોટાઇઝનો દાવો છે કે જે લોકોએ તેમનો સ્પ્રે ટ્રાયલ્સ દરમિયાન ઉપયોગમાં લીધો તે લોકોમાં સફળ રહ્યું છે.

યુકે ટ્રાયલ્સના ચીફ ઇન્વેસ્ટીગેટરે કહ્યું કે કોરોના મહામારી વિરુદ્ઘ ચાલી રહેલ આ લડાઇમાં સ્પ્રે સૌથી ખતરનાક હથિયાર સાબિત થશે. આ એક આંદોલનકારી દવા સાબિત થશે. તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં કોરોના વિરુદ્ઘ નાકથી નાંખવાની આ દવાને લઇને રિસર્ચ ચાલી રહ્યું છે.

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોરોફ્લુ નામની વેકિસન બનાવી રહ્યું છે. કોરોના વાયરસના ઇલાજ માટે બનાવવામાં આવતી આ વેકિસન સિરીંજથી નહી પરંતુ એક ટપકુ નાકમાં નાખવામાં આવશે. ભારત બાયોટેકે આ વેકિસનને અમેરિકા, જપાન અને યુરોપમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેની વાત પણ ચાલી રહી છે.

વેકિસનનું આખુ નામ કોરોફ્લૂ વન ડ્રોપ કોવિડ - ૧૯ વેકિસન છે. કંપનીએે દાવો કર્યો છે કે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કારણકે આ પહેલા પણ ફ્લૂ માટે બનાવવામાં આવેલી દવાઓ સુરક્ષિત હતી. આ વેકિસનનો ફેઝ-૧ ટ્રાયલ અમેરિકાના સેન્ટ લુઇસ યુનિવર્સિટી વેકિસન એન્ડ ટ્રીટમેન્ટ ઇવેલ્યુએશન યુનિટમાં થશે.

આ વેકિસન બનાવનાર કંપની ભારત બાયોટેકના ચેરમેન ડો. કૃષણા એલાએ કહ્યું કે અમે આ વેકિસનની ૧૦૦ કરોડ ડોઝ બનાવીશું જેના કારણે એક જ ડોઝમાં ૧૦૦ કરોડ લોકોને કોરોના વાયરસ જેવી મહામારીથી બચી શકાય છે. ઉંદર પર કરેલા પરિણામમાં સફળતા દેખાઇ રહી છે.

(3:42 pm IST)